અંદાજ મુજબ ભારત દેશમાં વર્ષ-2030 સુધીમાં દેશની કુલ વસ્તીની 40% વસ્તી શહેરોમાં જોવા મળશે
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત સમીટ અંતર્ગત “આવતીકાલના રહેવા લાયક શહેરો” વિશે યોજોયેલ સેમીનારમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓમેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, નાયબ કમિશનર અનીલ ધામેલીયા, સી.કે.નંદાણી, સિટી એન્જીનીયર એચ.એમ.કોટક, પી.ડી.અઢીયા, કે.પી.દેથરીયા, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર, ચીફ ફાયર ઓફિસર, આઈ.વી.ખેર, અન્ય અધિકારીઓમાં વી.પી.પટેલીયા, એ.જી. ડાભી, ભરત બોલાણીયા, સંજીવ છૈયા, પરેશ પટેલ, પ્રકાશ કાસુંધરા, સી.બી.મોરી, જીતેન્દ્ર ઝાલા, દિવ્યેશ ત્રિવેદી, બી.ડી.બગથલીયા, હર્ષવર્ધન ગોહિલ, ડી.જે.તેરૈયા, વિમલ અગ્રાવત, મયુર વેગડ, એમ.આર.મકવાણા, એ.બી.આરદેશણા, આર.એસ.ચૌહાણે ભાગ લીધો હતો.
એક અંદાજ મુજબ ભારત દેશમાં વર્ષ-2030 સુધીમાં દેશની કુલ વસ્તીની 40% વસ્તી શહેરોમાં જોવા મળશે. દેશમાં શહેરીકરણને કારણે આર્થિક વિકાસની નવી તકો ઉભી થશે. દેશમાં શહેરીકરણની આ સ્થિતિને જોતા, વર્ષ-2030 સુધીમાં દેશના મોટા શહેરો વિશ્વના ઝડપી વિકસતા શહેરોમાં સ્થાન પ્રાપ્ત કરશે અને આ કારણે શહેરોમાં વાતાવરણમાં થતા ફેરફારો સામે લડવા, ગરીબીમાં ઘટાડો કરવા અને તંદુરસ્ત જીવન એક ચેલેન્જ બની રહેશે. આવતીકાલના રહેવા લાયક શહેરો સેમીનારમાં શહેરએ કાયમી, વ્યાપક અને સ્વસ્થ ભવિષ્ય માટે કેવો અસરકારક ભાગ ભજવવો જરૂરી છે તે આ સેમીનારની મુખ્ય થીમ હતી.
આ સેમીનારમાં શહેરના મુખ્ય હોદેદારો, અગ્રણીઓ, એન્જીનીયર્સ, આર્કીટેકટસ, શાળા-કોલેજના પ્રાધ્યાપકો, ઉદ્યોગોના નિષ્ણાંતો અને આ ક્ષેત્રના જાણકાર નિષ્ણાંતોએ ભાગ લીધેલ હતો. આ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા ઉચ્ચ કક્ષાના રહેવા લાયક ધોરણો પ્રસ્થાપિત કરવા માટે શહેરને સામનો કરવાના મુખ્ય પડકારો વિશે ચર્ચા વિચારણા કરવામાં
આવી હતી.
આ સેમીનારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત અટલ સરોવર ડેવલોપમેન્ટ અને રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની વિગતો દર્શાવતું મોડલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.