કિરીટ પરમારે ફરી પોતાનાં અસ્સલ લખ્ખણ ઝળકાવ્યા
નિરીક્ષણ ચકાસણી સમિતિમાં પણ ઘરનાં જ ભુઆ-ભુઈ અને ઘરનાં જ ડાકલાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ કોર્પોરેશનની સમગ્ર શિક્ષા અભિયાન ઓફિસમાં તાજેતરમાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાંધકામ માટેની નિરીક્ષણ ચકાસણી કરવા ઘરની મનમાની મુજબ એક કઠપૂતળીઓની કમિટી રચવામાં આવી છે.
કિરીટ પરમાર પ્રાથમિક શિક્ષણ મંડળ સાથે સંકળાયેલા અને વર્ષોથી શિક્ષણ સમિતિની ઓફિસમાં પડ્યા પાથર્યા રહેતા કામચોર શિક્ષકોને શાળામાં પરત મોકલવાનો હુકમનો માત્ર એક દિવસ દેખાડો કરી ફરી પોતાની જુની પદ્ધતિથી રાબેતા મુજબ પોતાનો હોસ્પિટલમાં થયેલ ખર્ચ કાઢવાના કામમાં લાગી ગયા છે.
- Advertisement -
વિસ્તારમાં વાત કરવામાં આવે તો કિરીટ પરમાર દ્રારા જે બાંધકામોના કામ સબબ કાર્યાલય આદેશ કરવામાં આવ્યો છે તે તદ્દન ગેરવ્યાજબી છે. કમિટીમાં સમાવિષ્ટ એકપણ વ્યક્તિ સિવિલ બાંધકામ અનુરૂપ લાયકાત ધરાવતા નથી વળી જોવામાં આવે તો તે દરેક સભ્યો કિરીટ પરમારના અતિ નિકટના કર્મચારીઓ છે. સભ્ય સચિવ તરીકે જે મહિલા કેળવણી નિરીક્ષકને બિરાજમાન કર્યા છે તે હકીકતમાં મદદનીશ કેળવણી નિરીક્ષક છે અને તેમની ભરતી અંગેની તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિઓ ખુલે તેમ છે જેમાં તેમની ભરતી સમયે નોકરીના સી.આર. ચકાસણી કરી નિમણૂક આપવાની રહે છે પરંતુ તે મદદનીશ કેળવણી નિરીક્ષક શિક્ષક મંડળના હોદેદાર અને કિરીટ પરમારના અંગત વ્યક્તિના સગા સંબંધી હોવાથી બધું નજર અંદાજ કરી બારોબાર નિમણૂક આપી દેવામાં આવી છે. અને ખરેખર જો સભ્ય સચિવ માટે કેળવણી નિરીક્ષક જ લેવાના હોય તો કચેરીમાં સિનિયર અને બાહોશ મહિલા કેળવણી નિરીક્ષક કાર્યરત જ છે તેમને કેમ આ કમિટીમાં લેવામાં નથી આવ્યા અને તેમનાથી નિમ્ન લાયકાત વાળી વ્યક્તિનો સમાવેશ કરાયો તે સૌ કોઈ સમજી શકે છે. વળી કમિટીના સભ્યો ઉપર નજર નાખીએ તો શૈલેષ અને દીપક તો કિરીટ પરમારના જમણો અને ડાબો હાથ છે તેમના કારસ્તાન ‘ખાસ-ખબર’મા આધાર સાથે પ્રસ્તુત કરવામાં આવેલ જ હતા. બીજા અમુક કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે. અને જે આચાર્યનો સમાવેશ કરેલ તે પૈકી એક કિરીટ પરમારના સહપાઠી અને બીજા શિક્ષક મંડળના એન્કર છે. જેને કઈ રીતે આવી મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી..!
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાંધકામ થાતું હોય ત્યારે સમિતિની ઓફિસમાંથી કેમ એકપણ કર્મચારી આ કમિટીમાં સમાવેશ કરવામાં આવેલ નથી તે તપાસનો વિષય છે. ચેરમેન પૂજારા બાંધકામના શોખીન હોય તે પણ આવા સમિતિમાં થતા કાર્યાલય આદેશ સામે મુકપ્રેક્ષક બની પોતાનું ધાર્યું કામ પાર પાડવાના મનસૂબામા સફળ રહ્યા છે તેવુ જણાઈ આવે છે. આ બાબતે સમિતિના સભ્યો કોઈ વાંધો ઉઠાવે ત્યારે કમિટીના મેમ્બર દ્રારા આપેલ રિપોર્ટ રજુ કરી પોતે છટકી શકે. કેમ કે આખરે તો બાંધકામ કમિટી કિરીટ પરમારની કઠપૂતળીઑ હોય ચુપ ચાપ સહીઓ જ કરવાની રહે. ચેરમેન વિક્રમ પૂજારા અને કિરીટ પરમારની જુની જુગલ જોડી ફરી એકવાર મંચ ઉપર હળીમળીને ભ્રષ્ટાચારના નવા વિક્રમ સ્થાપીત કરે તો નવાઈ નહીં.
ચેરમેન વિક્રમ પૂજારા પોતે વારંવાર પ્રમાણિક હોવાનો સ્વાંગ રચી નિર્દોષ હોવાની વાતો કરતા રહે છે જો તેમ હોય તો આ હુકમ રદ્દ કરી બતાવે.



 
                                 
                              
        

 
         
        