કોહલીનું કાલાવડ રોડ પર સયાજી હોટેલમાં બૂકે આપી સ્વાગત કરાયું
ગઈકાલે ભારતીય, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું રેડ કાર્પેટ પર સ્વાગત કરાયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે આવતીકાલે 11મી આંતરરાષ્ટ્રીય અને ચોથી વન-ડે મેચ રમાવા જઈ રહી છે. ત્યારે ગઇકાલે રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. આ પછી આજે સવારે વિરાટ કોહલી રાજકોટ આવી પહોંચ્યો હતો. કાલાવડ રોડ પર સયાજી હોટેલમાં બૂકે આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરાટ કોહલીએ હોટલના પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂૂમમાં રોકાણ કર્યું છે. વિરાટ કોહલી વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો.
વિરાટ કોહલીએ સયાજી હોટલના રૂૂમ નંબર 801માં રોકાણ કર્યું છે. આ પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂૂમ છે. પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂૂમની અંદર 40 ખઇઙજ ઈન્ટરનેટ સ્પીડ, જાકુઝી બાથ, મિટિંગ રૂૂમ, વન કિંગ સાઈઝ બેડ અને સાઉન્ડપ્રૂફ રૂૂમ સહિતની વિશેષતાઓ રૂૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોટલનો દરેક રૂૂમ રોયલ રજવાડી થીમ પર સજાવામાં આવ્યો છે, જેમાં રૂૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મૂકવામાં આવી છે.