શહેરના માર્ગો પરથી નડતરરૂપ ચાનાં થડા અને ટેબલ દૂર કરાયા
મનપા દ્વારા દબાણો દૂર કરાય ને ફરી બીજા દિવસે થડા-ટેબલ મૂકાઈ જાય છે
- Advertisement -
મહાપાલિકાની કામગીરી નબળી કે અધિકારીઓની મિલીભગતના કારણે ફરી ખડકાય છે દબાણ ?
શહેરમાં મનપા દ્વારા દબાણો દૂર કરવાનું ફરી આજે ડિડંક કરવામાં આવ્યું હતું. માર્ગો પરથી નડતરરૂપ ચાના થડા અને ટેબલ દૂર કરાયા હતા. મનપા દ્વારા દબાણો દૂર કરાય ને ફરી બીજા દિવસે ફરી થડા-ટેબલ ગોઠવાઇ જાય છે. આ દબાણો ખડકાઇ જવા પાછળ મનપાની કામગીરી કે અધિકારીઓની મિલીભગત હોવાના પણ લોકોમાંથી સૂર ઉઠી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા છેલ્લાં બે દિવસ દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ચાના થળા અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં જાહેર માર્ગ પર નડતર રૂપ ચાના થળા અને અન્ય પરચુરણ ચીજવસ્તુ 76 (મોમાઈ ટી સ્ટોલ,ખોડીયાર દાળપકવાન,મોમાઈ રેસ્ટોરંટ, જય વરછરાજ ટી સ્ટોલ, જય ખોડીયાર ટી સ્ટોલ) જે ભક્તિનગર રેલ્વે સ્ટેશન,જ્યુબેલી માર્કેટ, ઢેબર રોડ, ટાગોર રોડ, એસ્ટ્રોન નાલા પાસે, મહીલા અંડરર્બ્રિજ, મોચીબજાર, જવાહાર રોડ, ધરમ સિનેમા વાળો રોડ, કેનાલ રોડ, એરપોર્ટ રોડ, રૈયા રોડ, છોટુનગર, માઢાણી ચોક, કોટેચા ચોક, ચંદ્રેશનગર, બાલાજી હોલ પાસે, નાના મૌવા રોડ, રૈયા સર્કલ, 150 ફુટ રિંગ રોડ, નાણાવટી ચોક,પરથીજપ્ત કરવામાં આવ્યા હતા. રૂ.8000/- વહીવટી ચાર્જ નાના મૌવા રોડ, ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, ભાવનગર રોડ, જીમખાના, ગુંદાવાડી, હરીહર ચોક,જુની ખડપીઠ પરથી વસુલ કરવામાં આવ્યો હતો.