ખાસ-ખબર સંવાદદાતા
મોરબી કલેક્ટર કચેરીના સભાખંડમાં સ્પેશિયલ ઓબ્સર્વર અજય નાયક અને પોલિસ ઓબ્સર્વર દિપક મિશ્રાના અધ્યક્ષસ્થાને ચૂંટણી બાબતે નિમાયેલા ઓબ્સર્વર્સ અને વિવિધ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પેશિયલ ઓબ્સર્વર અજય નાયક અને ઓબ્સર્વર દિપક મિશ્રાએ જિલ્લા ચૂંટણી વિભાગ અંતર્ગત કરેલી તૈયારીઓની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. ભૂતકાળમાં જે વિસ્તારોમાં ઓછું મતદાન થયું છે તે વિસ્તારોને ટાર્ગેટ કરી ત્યાં મતદાન વધારવા અંગે આયોજન કરવા વિવિધ સૂચનો કર્યા હતા. મોરબી જીલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યાએ જિલ્લામાં કેટલા ઈવીએમ મશીન મૂકવામાં આવ્યા છે, પોલિંગ સ્ટેશન પરની વ્યવસ્થાઓ, ઙઠઉ અંતર્ગત કરવામાં આવેલા આયોજનો, વિવિધ નોડલ ઓફિસરની વિગતો, માનવ સંસાધનનું આયોજન, તાલીમ, ઊટખ અને ટટઙઅઝની અવલેબિલીટી અને સ્ટોરેજ, જાગૃતિ લક્ષી પ્રવૃત્તિઓ, મતદાન વધારવા માટે કરવામાં આવેલું આયોજન, ખઈખઈ અને ઊખખઈ અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરી, વ્હીકલ મેનેજમેન્ટ, કાઉન્ટીંગ સ્ટેશન અને પ્રોટોકોલ, ક્રિટીકલ પોલિંગ સ્ટેશન વગેરે અંગે વિગતે માહિતી આપી હતી.
આ બેઠકમાં જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી. ટી. પંડ્યા, 66 ટંકારા મતવિસ્તાર જનરલ ઓબ્સર્વર મણીરામ શર્મા, 67 વાંકાનેર જનરલ ઓબ્સર્વર રામચંદ્રન આર, ખર્ચ જનરલ સિધ્ધાર્થ દાંગી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત સબંધિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.