‘કુશાસન સામે શબ્દ કોશ’ તાબે આશ્ર્ચર્યજનક નિબંધ સ્પર્ધા યોજાશે: પ્રથમ વિજેતાને રૂા. 51 હજારનું ઇનામ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
સામાન્ય નાગરિક આજે કુસાશન અને ભ્રષ્ટાચાર સામે નિરાશ થયો છે. છેલ્લા અનેક મહિનાઓથી રાજકોટમાં દરરોજના અસંખ્ય જમીન કૌભાંડો, ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓની ઢગલાબંધ ફરીયાદોથી સામાન્ય માણસ હવે કોની પાસેથી શું આપેલા રાખવી તે અંગેની ગડમથલમાં ફસાયો છે. પોતાની આસપાસ કશું જ સારું બનતું નથી અને કહેવાતા રાજનેતાઓ પાસેથી કોઈ અપેક્ષા રાખી શકાય તેમ નથી. એ સમજતા રાજકોટના નાગરિકોને ચારે તરફ અંધકાર નજરે પડી રહ્યો છે.
ભ્રષ્ટાચાર સર્વવ્યાપ્ત બન્યો છે અને આ ભ્રષ્ટાચારના નકારાત્મક પરિણામો ટી.આર.પી. ગેઈમ ઝોન અને જમીન કૌભાંડ સ્વરૂપે સામે આવી રહ્યા છે. ત્યારે લોકોની આ સમસ્યાને શબ્દ સ્વરૂપે વાચા મળે તે હેતુથી રાજકોટ શહેર યુથ કોંગ્રેસ તથા NSUI દ્વારા રાજકોટના નાગરિકો માટે ‘કુસાશન સામે શબ્દ કોશ’ નામે આશ્ચર્યજનક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું છે. આ સ્પર્ધામાં રાજકોટના કોઈપણ ભાઈ-બહેનો ભાગ લઈ શકશે તેમજ પ્રથમ વિજેતા બનનારને યુથ કોંગ્રેસ તથા N.S.U.I. દ્વારા રૂા. 51,000/-નું રોકડ ઈનામ એનાયત કરવામાં આવશે. સ્પર્ધાનો મુખ્ય હેતુ રાજકોટ મહાનગરપાલિકાના માઘ્યમથી સુશાસન પ્રસ્થાપિત થાય અને લોકો બષ્ટાચાર સામે પોતાના હક્ક અંગે જાગૃત બને તે છે. નિબંધ સ્પર્ધાની મુખ્ય થીમ રાજકોટ શહેરમાં સુશાસન પ્રસ્થાપિત કરવા માટે સુચનો આપવાનો છે. રૂા. 51,000ના પ્રથમ ઈનામ બાદ દ્વિતિય ક્રમે વિજેતા સ્પર્ધકને રૂા. 21,000 તેમજ તૃતીય સ્પર્ધકને રૂા. 11,000નું ઈનામ આપવામાં આવશે.
- Advertisement -
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને રાજકોટ યુથ કોંગ્રેસ તથા N.S.U.I. દ્વારા પ્રોત્સાહન તરીકે પ્રમાણપત્ર એનાયત કરાશે. રાજકોટના અનેક પ્રશ્ર્નો છે જેમાં આયોજન અને બાંધકામ, ટાઉન પ્લાનીંગ, રોડ, ખાડે ગયેલી ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા, વોર્ડવાઈઝ શાક માર્કેટનો અભાવ, રમતના મેદાનો, જાળવણીના અભાવે સુકાયેલા બગીચાઓ, વેરા વ્યવસ્થામાં મનમાની અને ભ્રષ્ટાચાર, ફુડ સ્ટ્રીટની અયોગ્ય વ્યવસ્થાના કારણે વધેલી ગંદકી, ફરવા લાયક સ્થળોની યોગ્ય માવજતનો અભાવ, અવક્ચરી તબીબ સુવિધાઓ અને હેલ્થ સેન્ટરો, મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં ખાડે ગયેલી શિક્ષસ વ્યવસ્થા સહિતના અનેક પ્રશ્નો રાજકોટવાસીઓ મુંજારો અનુભવે છે. જાહેર સ્થળો પર ફ્રી પાર્કિંગ વ્યવસ્થાના નામે શુન્ય છે. વાહન વ્યવહાર અને ટ્રાફીક નિયમન એ શહેરીજનો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. આ તમામ પ્રશ્ર્નોની પાછળ ભ્રષ્ટાચાર અને શાસકોની ઈચ્છા શક્તિનો અભાવ એ મૂળભૂત કારણો દેખાઈ રહ્યા છે. ત્યારે નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધક પોતાના નિબંધમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સુશાસનની સ્થાપના કેવી રીતે થઈ શકે તે અંગે પોતાના વિચારો વ્યક્ત કરી શકશે. શહેરીજનોએ તા. 10/09/2024 થી તા. 01/10/2024 સુધીમાં પોતાનો નિંબધ એ-4 સાઈઝના કોરા કાગળમાં એક તરફ કોમ્પ્યુટરાઈઝ કરાવીને (વધુમાં વધુ 1500 થી 2000 શબ્દો સુધીમાં) ’પીક પોઈન્ટ’, ઓફીસ નં. 302, ડો. યાજ્ઞિક રોડ, સ્વામિ વિવેકાનંદના સ્ટેચ્યુ સામે, રાજકોટ સરનામે (મો.નં. 98243 00007, 9978900007) પહોંચાડવાનો રહેશે. આ સ્પર્ધા માટે મળેલા નિબંધોને રાજકોટના તટસ્થ નિષ્ણાંતોની એક કમિટિ દ્વારા ચકાસવામાં આવશે તેમજ તેમાંથી વિજેતા સ્પર્ધકોની પસંદગી કરવામાં આવશે. વિજેતા સ્પર્ધકોને એક સમારોહમાં ઈનામ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
લોકો જેમ જેમ પોતાના હક્ક અને ફરજો અંગે જાગૃત બનતા જાય છે તેમ તેમ સ્વાભાવિક રીતે જ શાસકોએ પણ લોકોની સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ. પરંતુ આ પ્રક્રિયા બીલકુલ ઉલટી ચાલી રહી છે. લોકોની જાગૃતિ સાથે તેમની સમસ્યાઓ બહેરા કાને અથડાઈ રહી છે અને અખબારોના પાના પર ભ્રષ્ટાચારે માઝા મુકી છે. ત્યારે શહેરીજનોનો આક્રોશ તેમજના જ શબ્દોમાં વ્યક્ત થાય તે હેતુથી યોજાઈ રહેલ આ નિબંધ સ્પર્ધાને સહળ બનાવવા માટે રાજકોટ શહેર યુથ કોંગ્રેસ તથા ગજઞઈંના અગ્રેસરો સર્વશ્રી નીતિન ભંડેરી, નરેન્દ્ર સોલંકી (ગુજરાત N.S.U.I. પ્રદેશ પ્રમુખ), આદિત્યસિંહ ગોહીલ (ગુજરાત યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ), વૈશાલી ચંદિ (ગુજરાત ચેરમેન, શક્તિ સુપર શી – યુથ કોંગ્રેસ), હરપાલસિંહ જાડેજા (રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ, અલ્પેશ સાથરીયા, રાજકોટ શહેર N.S.U.I. પ્રમુખ બ્રીજરાજસિંહ રાણા, રવી જીતીયા (ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સેક્રેટરી), આર્યન કનેરીયા, અક્ષાંશ ગોસ્વામી, સોહીલ જરીયા, પજ્ઞેશ દવે, હિરલબા રાઠોડ, અંકિત સોદરવા, પ્રદીપ ડોડીયા વિગેરેઓ આ પ્રેસ કોન્ફરમાં હાજર રહેલ હતા. આ પ્રેસ કોન્ફરન્સને ડો. રાજદીપસિંહ જાડેજાએ સંબોધી હતી.