નિર્મલા સ્કૂલમાં પ્રિન્સિપાલની ખુરશી ઉપર ફી વધારો પાછા ખેંચવાના બેનર લગાવી રામધૂન બોલાવતું NSUI
રાજકોટમાં NSUI દ્વારા આડેધડ વધારવામાં આવેલી ફીને લઈને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે RTIમાં રજુઆત બાદ કોઈપણ સ્કૂલનો ફી વધારો મંજુર નહીં કરાયો હોવાનું સામે આવતા આજે ગજઞઈંનાં આગેવાનો અને કાર્યકરો નિર્મલા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. તેમજ શાળા દ્વારા કરવામાં આવેલો ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવા માંગ કરી હતી. પ્રિન્સિપાલ આ માટે સહમત નહીં થઈને ચાલ્યા જતા NSUI દ્વારા પ્રિન્સિપાલની ખુરશી ઉપર બેનર લગાવી ગજઞઈંનો ઉગ્ર વિરોધ કરાયો હતો. ચેમ્બરમાં રામધૂન બોલાવવામાં આવી હતી. આ મામલે ગજઞઈંના આગેવાન અને કરાર્યકોરોની પોલીસે અટકાયત કરી છે.
- Advertisement -
આ અંગે NSUIનાં પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, નિર્મલા સ્કૂલ દ્વારા એલકેજીની ફીમાં અચાનક રૂ. 17 હજારનો વધારો કરવામાં આવ્યો છે. અને રૂ. 40 હજારવાળી ફી રૂ. 57 હજાર કરી દેવામાં આવી છે. જેને લઈને આજરોજ શાળાનાં પ્રિન્સિપાલને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જોકે પ્રિન્સિપાલ યોગ્ય પ્રત્યુત્તર આપ્યા વિના ચાલ્યા ગયા હતા. જેને લઈને તેમની ચેમ્બરમાં રામધૂન બોલાવવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, RTI દ્વારા કોઈપણ શાળાનો ફી વધારો મંજુર કરવામાં આવ્યો નથી. છતાં નિર્મલા સ્કૂલ દ્વારા પ્રોવિઝનલ ફીના નામે વાલીઓ પાસે ખોટી રીતે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. જેને લઈને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી નથી. જ્યાં સુધી આ ફી વધારો પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી NSUI દ્વારા સતત જુદી-જુદી રીતે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ફી વધારા મામલે ગજઞઈં વિરોધ કરી રહ્યું છે જેના પગલે પોલીસે વિરોધ કરતા આગેવાન અને કોર્યકોરની અટકાયત કરી છે.