ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળની સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચોક્સી આર્ટ્સ અને કોમર્સ કોલેજ એનએસએસ યુનિટ અંતર્ગત વાર્ષિક કેમ્પનું આયોજન તા.19 થી 25 દરમ્યાન ભાલપરા મુકામે કરવામાં આવેલ છે. જેમાં આરોગ્યલક્ષી, પર્યાવરણ, માર્ગસલામતી, સ્વચ્છતા, વ્યસનમુક્તિ, મેડિકલ કેમ્પ, ગૌઆધારિત પ્રકૃતિક ખેતી, સરકારની વિવિધ યોજનાઓના માર્ગદર્શન અંગે કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં ખાસ વાર્ષિક શિબિરનું ઉદ્દઘાટન તા.19 ના રોજ પ્રાથમિક શાળા ભાલપરા ગામે કરવામાં આવેલ.
કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્રારા દીપ પ્રાગટય, પ્રાર્થન, એનએસએસ સોંગથી કરવામાં આવેલ, પ્રિન્સિપાલ એમ.ડી.ઝોરા દ્રારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ તેમજ એનએસએસ પ્રવૃત્તિનો અહેવાલ પ્રોગ્રામ ઓફિસર ડો. એ.એમ.ચોચા દ્રારા રજૂ કરવામાં આવેલ. મહાનુભાવો દ્રારા પ્રસંગોચિત્ત પ્રેરક ઉદ્દબોધન કરવામાં આવેલ. વિશેષ નેશનલ યૂથ ફેસ્ટિવલ કર્ણાટકમાં વિશિષ્ટ પ્રદાન કરી સ્થાન પ્રાપ્ત કરનાર સ્વયં સેવિકા મારૂ માલીબેન આર.નું સન્માન કરવાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડો. રાજેન્દ્ર પટોળિયા દ્રારા તેમજ સમાપન ડો. કૃતિકા બેનચૌધરી દ્રારા કરવામાં આવેલ હતું.
વેરાવળની ચોક્સી કોલેજ ખાતે NSS કેમ્પ યોજાયો
