500થી વધુ કાર-રાઈડર્સ 216 કારમાં જય શ્રીરામ લખેલા અને ભારત તથા અમેરિકાનો ધ્વજ ફરકાવતા 100 માઈલ સુધી ઘૂમ્યા
હ્યુસ્ટનમાં 11 મંદિરોમાં રેલી પહોંચી હતી અને ભવ્ય સ્વાગત કરાયું હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હિન્દુ-અમેરિકન સમાજે રવિવારે હ્યુસ્ટનથી એક વિશાળ કાર રેલી યોજી અયોધ્યામાં થનારી ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે તેની ભવ્ય ઉજવણી કરી હતી અને હ્યુસ્ટનમાં રહેલા 11 મંદિરોમાં પણ દર્શનો કર્યા હતાં. 500 થી વધુ કાર-રાઇડર્સે 216 મોટરમાં બેસી જયશ્રી રામનાં સૂત્રો ઉચ્ચારતા હતા. તેઓની સાથે ભગવાન શ્રીરામ અને અયોધ્યા મંદિરની છબી ધરાવતા ભગવા ઝંડાઓ હતા. સાથે ભારતના અને અમેરિકાના રાષ્ટ્ર ધ્વજો પણ હતા. આ રેલીને હ્યુસ્ટન સ્થિત મીનાક્ષી મંદિરના વિદ્વાન આચાર્ય જુગલ મલાનીએ લીલી ઝંડી ફરકાવી વિદાય આપી હતી. તે પછી તે રેલી રીચમોન્ડ સ્થિત શારદામ્બા મંદિર સુધી પહોંચી હતી. આ રેલીની પૂર્વે કેટલાક ટ્રક પણ ચાલતા હતા. આ રેલી છ કલાક ચાલી હતી. તે 100 માઇલ ગઇ હતી જે દરમ્યાન તે 11 મંદિરો પાસે પણ અટકી હતી. જયાં શ્રદ્ધાળુઓએ દર્શન પણ કર્યા હતાં. આ રેલી જ્યારે રીચમન્ડના શ્રી શારદામ્બા મંદિરે પહોંચી ત્યારે 2000 જેટલા ભારતીઓએ તેનું સ્વાગત કર્યું હતું. તે ભારતીઓના સમુહમાં બાળકો પણ હતાં. વૃદ્ધો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં હતા. તેઓએ ભજન કીર્તન સાથે આ કાર રેલીનું સ્વાગત કર્યું હતું.