ગ્રાહકનો જૂનો સીમકાર્ડ રેકોર્ડ હોય તો તે ચકાસાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
દેશમાં મોબાઈલ સીમકાર્ડ બનાવટી દસ્તાવેજના આધારે ખરીદીને તેના મારફત ફ્રોડ કે અન્ય અપરાધમાં ઉપયોગ બાદ હવે ટેલીકોમ રેગ્યુલેટરીએ સીમકાર્ડ આપવા પર નવા નિયમો અમલી બનાવ્યા છે.
- Advertisement -
હવે સીમકાર્ડ મેળવવામાં ગ્રાહકનો જૂનો ટેલીકોમ રેકોર્ડ પણ ચકાસવો જરૂરી બનશે તો સીમકાર્ડ ખરીદવા આવતી વ્યક્તિના હાલ જે રીતે મોબાઈલ શોપ પર જ સેલ્સ પર્સન તેના મોબાઈલમાં પાસપોર્ટ સાઈઝના ફોટા લે છે તેના બદલે અલગ અલગ 10 એંગલથી ફોટા ખેચાશે. સરકારે તમામ ટેલીકોમ કંપનીઓને ડિજીટલ ઈન્ટીગ્રેટેડ વેરીફીકેશન સીસ્ટમ લાગુ કરવા માટે સૂચના આપી છે.
નવી જોગવાઈઓ મુજબ મોબાઈલ સીમકાર્ડ વેચાણમાં ગ્રાહકની અનેક પ્રકારની ચકાસણી કરવી જરૂરી બનશે. જે નિશ્ચિત થયા બાદ જ નવા સીમકાર્ડ આપવામાં આવશે. સૌપ્રથમ ગ્રાહકના બાયોમેટ્રીક ટેસ્ટ થશે અને તેની આધાર સાથે સરખામણી થશે.
બાદમાં જે તે ગ્રાહકના નામે કેટલા સીમકાર્ડ ઈસ્યુ થયા છે તે રેકોર્ડ પણ ચકાસાશે. કોઈ સીમકાર્ડનો અપરાધમાં ઉપયોગ થવાનો પોલીસ રેકોર્ડ પણ જે તે કંપનીના નેટવર્કમાં જોઈ શકાશે. કોઈ સીમકાર્ડ ઓથોરિટીએ બ્લોક કર્યા હશે તો તે માહિતી મળી જશે.
જો ગ્રાહકનું સીમકાર્ડ ખોવાયું હોય કે તેણે ખુદે બ્લોક કરાવ્યુ હોય તો તે સ્વીકાર્ય બનશે.
ઉપરાંત સીમકાર્ડ આપતા પુર્વે તેના 10 એંગલથી તસ્વીરો લેવાશે. બાદમાં જ તે સીમકાર્ડનું વેચાણ થશે. હાલ દરેક વ્યક્તિના નામ એકથી વધુ સીમકાર્ડ હોય તે સામાન્ય બની ગયુ છે.
જેથી હાલ કોઈપણ વ્યક્તિ તેના નામે વધુમાં વધુ નવ સીમકાર્ડ મેળવી શકે છે. જો કે કાશ્મીર-આસામ જેવા સંવેદનશીલ રાજયોમાં તે લીમીટ ઓછી છે. જયારે બલ્કમાં સીમકાર્ડ જે કંપનીઓ ખરીદે છે તેના માટે નિયમો અલગ છે.