ટ્વિટરે પોતાના અત્યાર સુધીના સૌથી મોટા ફેરફારમાં ટ્વીટ્સને એડિટ કરવા માટે એક નવું ફીચર ઉમેર્યું છે.
ટ્વિટરે પોતાના અત્યાર સુધીના સૌથી મોટા ફેરફારમાં ટ્વીટ્સને એડિટ કરવા માટે એક નવું ફીચર ઉમેર્યું છે, જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ગુરુવારે જાહેરાત કરી હતી કે ટ્વિટર બ્લુ ટીક કસ્ટમર્સ માટે એડિટ બટન રજૂ કરવામાં આવશે. આ સુવિધા અત્યારે ભારતીય વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નથી.
- Advertisement -
મોટો બદલાવ
વાત જાણે એમ છે કે, અત્યાર સુધી એક વખત ટ્વીટ કરવામાં આવેલી કન્ટેન્ટને એડિટ કરી શકાતી નહોતી. ફેરફાર કરવાની સ્થિતિમાં જૂના ટ્વિટને ડિલીટ કરીને ફરી ટ્વિટ કરવું પડ્યું હતું.
if you see an edited Tweet it's because we're testing the edit button
this is happening and you'll be okay
- Advertisement -
— Twitter (@Twitter) September 1, 2022
તે કેવી રીતે કામ કરશે?
એડિટ બટન વપરાશકર્તાઓને પોસ્ટ કર્યા પછી ૩૦ મિનિટ સુધી હાલની ટ્વીટ્સમાં ફેરફાર કરવાની મંજૂરી આપશે. સાથે જ બદલાયેલી ટ્વીટમાં એક લેબલ હશે, જે બતાવશે કે ટ્વીટને એડિટ કરવામાં આવ્યું છે. ટ્વિટર વપરાશકર્તાઓ ટ્વીટ્સ પર ક્લિક કરી શકશે અને મૂળ સામગ્રીમાં કરવામાં આવેલા તમામ ફેરફારો જોઈ શકશે.