ગુજરાત વહીવટી સુધારણા પંચના પાંચમા અહેવાલમાં આ સુધારણા મુખ્ય ભલામણ તરીકે કરી હતી
ટોકન નંબર લઈ એસએમએસમાં આવેલા દિવસ અને સમય અનુસાર કચેરીમાં જવાનું રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યના તમામ જનસેવા કેન્દ્રો (કલેક્ટર-મામલતદાર કચેરીઓ)માં હવે નાગરિકોને સેવા મેળવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં અને આમતેમ ભટકવું પડશે નહીં. ગુજરાત વહીવટી સુધારણા પંચ (ૠઅછઈ)ના પાંચમા અહેવાલમાં આ સુધારણા મુખ્ય ભલામણ તરીકે કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયેલા આ અહેવાલમાં જનસેવા કેન્દ્રોને અલ્ટ્રા મોડર્ન બનાવવા અને ’સરકાર નાગરિકના ઘર આંગણે પહોંચે તેવી વ્યવસ્થા કરવાનો માર્ગ દર્શાવ્યો છે. નાગરિકોને વધુ તકલીફ ન પડે અને તેમન સમય અને નાણાનો બિનજરૂરી વ્યય ન થાય તે માટે પંચે પોતાના પાંચમા અહેવાલમાં આવી ભલામણો કરી છે. આ માટે આરટીઓ, ખાનગી કચેરીઓ અને બેંકોની જેમ પહેલેથી મળતી અપોઈન્ટમેન્ટ થકી સરકારી કચેરીઓમાં ટોકન સિસ્ટમ દાખલ કરવાનું પણ સૂચન કરાયું છે.
ગુજરાત વહીવટી સુધારણા પંચે સરકારને આટલી ભલામણ કરી
ઓટોમેટેડ ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમ: હવે નાગરિકોને મેન્યુઅલી ક્યૂમાં ઊભા રહેવાની જરૂર નહીં રહે. ટોકન સિસ્ટમ અને સ્માર્ટ એલર્ટથી તેમના નંબરનો ક્રમ આવશે તેની માહિતી મળી રહેશે.
સિંગલ વિન્ડો સિસ્ટમ: એક જ વિન્ડો પરથી બહુવિધ સેવાઓની પ્રક્રિયા શરૂ થશે, જેથી નાગરિકોને વિવિધ ઓફિસો અને બારીઓએ ભટકવું નહીં પડે.
માર્ગદર્શન ડેસ્ક: જન સેવા કેન્દ્રના પ્રવેશદ્વાર પર જ માર્ગદર્શન ડેસ્ક હશે, જ્યાં નાગરિકોને સેવા મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની માહિતી મળી શકશે. એકથી બીજી બારી સુધી ફર્યા કરવું નહીં પડે.
એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ વર્કફ્લો: અરજીથી લઈને મંજૂરી અને ડોક્યુમેન્ટ્સની ડિલીવરી સુધીની તમામ પ્રક્રિયા ડિજિટલ રીતે થશે. નાગરિકોને તેમની અરજીની સ્ટેટસ રિયલ-ટાઈમમાં ઓનલાઈન મળી રહેશે.
લેસ પેપર-મોર ફેસેલિટીઝ: એક જ પ્રમાણિત ફોર્મ અપનાવવામાં આવશે અને અનાવશ્યક દસ્તાવેજો તથા સ્ટેમ્પ પેપરની જરૂર દૂર થશે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે વિશેષ વ્યવસ્થા રહેશે
ગ્રામીણ વિસ્તાર: Village Computer Entrepreneurs (VCEs)ની ભૂમિકા મજબૂત બનાવવામાં આવશે, જેથી ગામડાંના લોકોને પણ શહેરી કેન્દ્રો સુધી પહોંચવું ન પડે.
શહેરી વિસ્તાર : Public-Private Partnership (PPP) મોડલ દ્વારા ઝોન-વાઇઝ સેવા વિતરણ વધુ કાર્યક્ષમ અને ઝડપી બનશે.



 
                                 
                              
        

 
         
        