અડધો જૂન પૂરો થયો, ખેડૂતો વાવણી લાઈક વરસાદની રાહમાં
22 જૂન આસપાસ વરસાદ થવાની સંભાવના: અગાઉ માવઠાનો માર પડયો હવે સારા વરસાદની રાહ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
અગાઉ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં ચોમાસુ વેહલું બેસી જશે અને સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડશે પણ જે વાવાઝોડાની સીસટમના લીધે કેરળથી ચોમાસુ મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિર થઈને ગોવા તરફ ફંટાઈ ગયું હતું ત્યાર બાદ ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાના તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. જયારે મેં મહિનામાં માવઠાના મારથી ખેડૂતોને ખેતી પાકમાં નુકશાની જોવા મળી છે. જયારે ચોમાસાની સીઝનના પ્રારંભે સમયસર વાવણી લાઈક વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે.
અડધો જૂન પૂરો થઇ ગયો પણ સર્વત્ર વરસાદના એંધાણ હજુ સુધી નથી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ 22 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જયારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે તેની ખેડૂતો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે અને જગતના તાતે નેંજવે હાથ માંડયા છે. અને કહે છે કે, સારો વરસાદ વરસે અને વાવણી કાર્યમાં જોતરાય જઇયે, અગાઉ માવઠાનો મારતો ધરતી પુત્રોએ સહન કર્યો તૈયાર થયેલ પાકમાં નુકશાની વેઠવીનો વારો આવ્યો હતો. જેમાં બાગાયત પાકમાં કેરી સહીતને નુકશાની થઇ છે અને જેટલું ઉત્પાદન થવું જોઈએ તેટલું થયું નથી. હવે ચોમાસાની સીઝનનો સમય આવી ગયો છે પણ હજુ સુધી વાવણી લાઈક સારો વરસાદ થયો નથી.
સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને આકાશ વાદળોથી ઘેરાયેલ જોવા મળે છે. જાણે વરસાદ આવશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. તેની સાથે ભેજનું પ્રમાણ વધતા બફારો પણ અસહ્ય જોવા મળે છે બપોરના સમયે ફરી ગરમીનો પારો ઊંચકાતા લોકો ગરમીથી અકળાઈ ઉઠે છે. જોકે હવામાન વિભાગની જે રીતે આગાહી કરવામાં આવી છે કે, આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં વરસાદ થશે જેને લઈને ધરતીપુત્રો આશા જાગી છે.
- Advertisement -
ખેડૂતોએ બિયારણ ખરીદી કરી વાવણી માટે તૈયાર
ચોમાસુ વેહલું શરુ થશે તેવી આશા સાથે સમગ્ર રાજ્ય સહીત સોરઠ પંથકમાં ખેડૂતોએ વાવણી પ્રક્રિયા શરુ કરી દીધી છે. અને બિયારણ, ખાતર સહીત જરૂરી દવાઓની તૈયારી પૂર્ણ કરેલ છે. જયારે હવે વાવણી લાઈક વરસાદ વરસે એટલે ધરતીપુત્રો હોંશે હોંશે વાવણી કાર્યમાં જોતરાઈ જશે. હાલ તો અડધો જૂન મહિનો પૂરો થયો છે પણ હજુ સુધી સર્વત્ર સારો વરસાદ થયો નથી ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદી સિસ્ટમ જોવા મળે છે ત્યારે હવે આગામી સપ્તાહમાં સારો વરસાદ વરસે તેની જગતનોતાત રાહ જોઈને બેઠો છે.



