રાજકોટની 8 વિધાનસભાના 2256 બુથના મત વિસ્તારમાં જઈંછની 21 દિવસ કામગીરી ચાલી
23.91 લાખમાંથી 13.38 લાખ ફોર્મ પરત આવ્યા, 41,870 મતદારો મૃત નીકળ્યા: 56 ટકા કામગીરી
વેરીફિકેશન સાથે ડેટા એન્ટ્રી કરવાનું કામ શરૂ, 28 ઇકઘએ વેરીફિકેશનની 100 ટકા કામગીરી પૂરી કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
રાજકોટની આઠ વિધાનસભાના 2256 બુથના મત વિસ્તારમાં ગત 4 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ઈન્ટેવસીવ રિવીઝન(જઈંછ)ની 21 દિવસની કામગીરીમાં 56 ટકા જેટલી કામગીરી આટોપી લેવામાં આવી છે. જિલ્લામાં કુલ 23.91 લાખ મતદારોને સૌપ્રથમ એન્યુરમેશન ફોર્મ વિતરણ કરાયા બાદ તેમાંથી આજની સ્થિતિએ કુલ 13.38 લાખ ફોર્મ ભરાઈને પરત આવ્યા હોવાનો સત્તાવાર સુત્રોએ જણાવ્યું છે. 4 ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરીને પરત નહીં આપનારના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવશે. ચૂંટણી શાખાના સુત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં બીએલઓ દ્વારા ત્રણ વખત મતદારોના ઘરની મુલાકાત કરી લીધી છે. આ દરમિયાન ચાર દિવસ મતદાન મથક ઉપર ખાસ કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા જેમાં 2002ની યાદીમાં જે મતદારોના નામ હતા તે મતદારોએ ફોર્મ ભરી બીએલઓને જમા કરાવી લીધા છે. હવે મતદાર યાદીમાં નામ રાખવુ કે કમી કરાવવાની જવાબદારી મતદારોની છે. બીએલઓ ફોર્મ લેવા નહી આવે મતદારોને જે ફોર્મ આપ્યા છે તેમાં બીએલઓના મોબાઈલ નંબર આપેલ છે તેના ઉપર જાણ કરી પરત આપવા મતદારોને તાકીદ કરવામાં આવી છે.
ફોર્મની સાથે સરકારી તંત્રએ મતદાર યાદીનું વેરીફિકેશન સાથે ડેટા એન્ટ્રી કરવાનું કામ શરૂ કરી દીધુ છે. જિલાની આઠ વિધાનસભા મત વિસ્તારમાં અત્યાર સુધીમાં 41870 મતદારો મૃત નીકળતા તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વધુ રાજકોટ પશ્ચિમ બેઠકમાં 8734, સૌથી ઓછા ગોંડલમાં 2933, પૂર્વ રાજકોટમાં 80285 દક્ષિણ રાજકોટમાં પ290, રાજકોટ ગ્રામ્યમાં 3439, જસદણમાં 3778,જેતપુરમાં 4724 અને ધોરાજીમાં 4944 મતદારો મૃત નીકળ્યા છે. રાજકોટ જિલ્લામાં મતદાર વેરીફિકેશનની 100 ટકા કામગીરી 28 બીએલઓએ પુરી કરી નાંખી છે. તેમાં સૌથી વધુ જસદણના બુથ નંબર 55, 89, 102, 164, 171, 177, 178, 179 અને 230, ધોરાજીના બુથ નંબર 41, 61, 72, 120, 124, 147, 151, રાજકોટ ગ્રામ્યના 229, 291, 350, 394, ગોંડલના 17, 39, 44, 180 દક્ષિણ રાજકોટમાં 65, 80, જેતપુરના 99 અને 100 નંબરમાં 100 ટકા કામગીરી પુરી કરી લેવામાં આવી હોવાનું ચૂંટણી શાખાના સુત્રોએ જણાવ્યું છે.

- Advertisement -



