મુખ્યમંત્રી દ્વારા ચાર નવા ડિજિટલ આયામોનું ઉદ્ઘાટન
287 સબ રજિસ્ટ્રાર, 31 સ્ટેમ્પ કચેરીઓમાં હવે કામગીરી ઝડપી બનશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રવિવારે ગાંધીનગર ખાતે નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ કચેરીનો નવો લોગો, નવી પેમેન્ટ વ્યવસ્થા, ડિજિટલ સ્વરૂપે દસ્તાવેજોનો સંગ્રહ-બેકઅપ ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવા વિવિધ નવા આયામોનું ઉદ્ઘાટન થયું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દસ્તાવેજોની નોંધણી વધુ ઝડપી અને પારદર્શક રીતે લોકોને ઉપલબ્ધ કરવા માટે રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક અને ડિજિટલ બનાવવામાં આવશે. ઉક્ત ચાર નવા પ્રકલ્પોને કારણે પેમેન્ટ રિફંડ કરવામાં પણ વધુ ઝડપ આવશે, એમ જણાવી મુખ્યમંત્રીએ નવા ડિજિટલ આયામો શરૂ કરવા બદલ નોંધણી કચેરીને તથા સ્ટાફને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ નોંધણી વિભાગની કામગીરી અને લક્ષ્યાંક રજૂ કરતાં પુસ્તક ’ડિજિટલ ગુજરાત’નું વિમોચન કરીને ગરવી 2.0 અંતર્ગત શ્રોષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને પ્રમાણપત્રો આપી તેમનું સન્માન પણ કર્યું હતું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીએ જણાવ્યું હતું કે, રાજ્યભરની 287 સબ રજિસ્ટ્રાર કચેરીઓ તથા 31 સ્ટેમ્પ્સ કચેરીઓમાં આ નવીન આયામો ઉપલબ્ધ થશે, જેને કારણે કામગીરીમાં મોટો બદલાવ આવશે. રાજ્યના નોંધણીસર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવને નવા પ્રકલ્પો અંગે વિસ્તૃત સમજણ આપી હતી.
ઘર બેઠા દસ્તાવેજ અને ઇન્ડેક્સની સર્ટિફાઈડ કોપી મળતી થઈ
દસ્તાવેજની કોપી ઓનલાઈન મેળવતા સરકારી તિજોરીને 26.49 કરોડ આવક
ઘર બેઠા મિલકતના વેચાણ દસ્તાવેજની સર્ટિફાઈડ કોપી મેળવવા માટે મિલકતદારોએ ૂૂૂ.શજ્ઞફિ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પર લોગઇન કરવું પડે છે. ત્યારબાદ દસ્તાવેજની નકલ માટે નકલદીઠ 303 રૂપિયા કોર્ટ ફી ટિકિટ, 300 રૂપિયા પ્રોસેસિંગ ફી એકસાથે ભરીને સોફ્ટ કોપી મેળવી શકે છે. જ્યારે પક્ષકારોને ઇન્ડેક્સની કોપી જોઈતી હોય તો કોર્ટ ફી 3 રૂપિયા, નકલદીઠ 20 તેમજ નકલ ઉપર 300 સ્ટેમ્પ ડયૂટી ભરી સોફ્ટ કોપી મેળવી શકે છે. પહેલી જાન્યુઆરી 2023થી ઇન્ડેક્સ-2ની કોપી ભૌતિક સ્વરૂપે આપવાની પ્રથા બંધ કરી દેવાઈ છે. ઉપરાંત જાન્યુઆરીથી ડિસેમ્બર 2022ના 12 મહિનામાં 24536 દસ્તાવેજની કોપી ઓનલાઈન મેળવતા સરકારી તિજોરીને 26.49 કરોડ આવક થઈ હતી. જ્યારે 5,14,352 પક્ષકારોએ ઇન્ડેક્સની કોપી મેળવતા સરકારને 1.53 કરોડની આવક થઈ હતી.