ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ભાજપ નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત મામલે CBI તપાસની ભલામણ કરી છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ભાજપ નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત મામલે CBI તપાસની ભલામણ કરી છે. સોનાલી ફોગાટની ગોવામાં એક રિસોર્ટમાં પાર્ટી ખતમ થયા બાદ મોત થઈ ગયું હતું. સોનાલી ફોગાટના પરિવારના લોકો સતત આ મામલે સીબીઆઈની તપાસની માગ કરી રહ્યા હતા. હરિયાણા સરકારે પણ પરિવારની માગનું સમર્થન કર્યું હતું.
- Advertisement -
ગોવા સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે, સોનાલી ફોગાટ પર ગોવા પોલીસ યોગ્ય તપાસ કરી રહી છે. પોલીસને કેટલીય મહત્વની કડીઓ મળી છે. પણ સોનાલી ફોગાટના પરિવારની સોનાલાની દિકરીની ડિમાન્ડ છે કે આ મામલે સીબીઆઈ તપાસ કરે. ત્યારે આવા સમયે આજે આ કેસ સીબીઆઈને આપવાની ભલામણ કરી છે. હું ખુદ ગૃહમંત્રીને પત્ર લખીને માગ કરી રહ્યો છું કે, આ મામાલામાં સીબીઆઈ તપાસ થવી જોઈએ.
પરિવારે ગોવા પોલીસની તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા
ગોવાના કર્લીજ રેસ્ટોરંટમાં સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટના રોજ મોત થઈ ગયું હતુ. સોનાલી ફોગાટના મોત મામલે પરિવાર તરફથી સતત સીબીઆઈની તપાસની માગ થઈ રહી છે. પરિવારનો આરોપ છે કે, ગોવા પોલીસ આ મામલે યોગ્ય તપાસ કરી રહી નથી. સોનાલી ફોગાટના ભત્રીજા વિકાસ સિંઘમારે હાલમાં જ આરોપ લગાવ્યો હતો કે, ગોવા પોલીસ પર રાજકીય પ્રેશર છે. એટલા માટે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દેવી જોઈએ.