રાજ્યના 10 એરપોર્ટ પર હસ્તકલા સ્ટોલ શરૂ થશે
મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે હસ્તકલાના સ્ટોલ
- Advertisement -
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ‘અવસર’ યોજના હેઠળ ‘એક એરપોર્ટ-એક ઉત્પાદન’ના અભિગમ સાથે સ્થાનિક કારીગરો અને મહિલા સશક્તિકરણને વેગ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (અઅઈં) દ્વારા દેશભરના એરપોર્ટ્સ પર સ્થાનિક કલા, હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ‘અવસર’ (અટજઅછ – અશિાજ્ઞિિં ફત ટયક્ષીય રજ્ઞિ જસશહહયમ અિશિંતફક્ષત જ્ઞર વિંય છયલશજ્ઞક્ષ) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાના એક મહત્વપૂર્ણ ભાગરૂપે હવે ‘એક એરપોર્ટ – એક ઉત્પાદન’ (ઘઅઘઙ) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ નવીન પહેલના પગલે રાજકોટ સહિત રાજ્યના તમામ એરપોર્ટ પર જે-તે વિસ્તારની આગવી ઓળખ સમાન હસ્તકલાના સ્ટોલ ઊભા કરવામાં આવશે. જેના ભાગરૂપે રાજકોટના હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હવે રાજકોટના વિશ્વવિખ્યાત પટોળા હવાઈ મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર દીર્ગત બોરાહે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા આયોજિત આ યોજનાના અમલીકરણ માટે રાજકોટ એરપોર્ટ પર હાલ સ્ટોલ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થતાની સાથે જ રાજકોટની શાન ગણાતી પટોળા હસ્તકલાનો સ્ટોલ વિધિવત રીતે કાર્યરત કરી દેવામાં આવશે. આ સ્ટોલના માધ્યમથી વિદેશી અને દેશી મુસાફરો રાજકોટની પરંપરાગત કળાને નજીકથી જોઈ શકશે અને ખરીદી પણ કરી શકશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ‘અવસર’ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્વયં સહાય સમૂહો (જઇંૠત) અને ખાસ કરીને ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે. એરપોર્ટ પર આ સમૂહોને નાના સ્ટોલ કે કિયોસ્ક ફાળવવામાં આવે છે, જ્યાં તેઓ પોતાની હસ્તકલા, સ્થાનિક ખાદ્યપદાર્થો અને પરંપરાગત ચીજવસ્તુઓનું સીધું વેચાણ કરી શકે છે. હવે આ યોજનાને વધુ વ્યાપક અને પ્રભાવી બનાવવા માટે ‘એક એરપોર્ટ – એક ઉત્પાદન’ની સંકલ્પનાનો અમલ ફરજિયાત બનાવવામાં આવ્યો છે, જેથી દરેક એરપોર્ટ પોતાની ભૌગોલિક ઓળખ મુજબના ઉત્પાદનોને વિશ્વ સમક્ષ રજૂ કરી શકે. આ ઐતિહાસિક નિર્ણયથી એરપોર્ટ હવે માત્ર મુસાફરીના સ્થળ મટીને સ્થાનિક સંસ્કૃતિ અને ઓળખના પ્રદર્શન કેન્દ્ર તરીકે ઉભરી આવશે. કારીગરોને તેમના ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર અને ઓળખ મળશે, જેનાથી ગ્રામ્ય અર્થતંત્રને સીધો આર્થિક લાભ થશે. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓના મતે આ પહેલ માત્ર વ્યાપારિક નથી, પરંતુ તે આજીવિકાના સર્જન, સંસ્કૃતિના સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ સાથે સીધી જોડાયેલી છે. મુસાફરો માટે પણ એરપોર્ટ પરનો આ અનુભવ યાદગાર બની રહેશે, કારણ કે તેઓ મુસાફરીની સાથે ભારતની વિવિધતાસભર સંસ્કૃતિ અને કલાને માણી શકશે.
- Advertisement -
ગુજરાતના કયા 10 શહેરના ઍરપોર્ટ પર અમલવારી કરાશે ?
આ પહેલ અંતર્ગત દરેક એરપોર્ટ માટે એક વિશિષ્ટ સ્થાનિક ઉત્પાદન નક્કી કરવામાં આવ્યું છે. જેનું પ્રમોશન અને વેચાણ જઇંૠ દ્વારા ફરજિયાત કરાશે. આ સાથે તે વિસ્તારની સંસ્કૃતિને અનુરૂપ અન્ય ઉત્પાદનો પણ વેચવાની છૂટ રહેશે. જેથી ગુજરાતના 10 જેટલા એરપોર્ટ જેમ કે, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, પોરબંદર, કંડલા, મુંદ્રા, ભુજ અને કેશોદ પર અમલવારી કરવામાં આવશે.



