જિલ્લા કલેકટરની સંકલનમાં ફરિયાદ ઉઠયા બાદ આદેશો: શહેરમાં જટિલ બની રહેલી ટ્રાફિક સમસ્યા
લાખાજીરાજ રોડ પરની પાથરણાં બજાર પણ ટ્રાફિક સમસ્યાઆ સર્જતી હોવાથી રસ્તો ખુલ્લો કરાવવા દબાણ હટાવ કાર્યવાહી આગળ ધપાવાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં ટ્રાફીકનો પ્રશ્ર્ન જટીલ સમસ્યાા બની ઉભરી આવ્યો છે. વસ્તી વધવાની સાથે માર્ગો ઉપર વાહનોની સંખ્યા સતત વધતી રહેવાથી રાજકોટના રાજમાર્ગો ઉપર અવાર નવાર ટ્રાફીક જામની સમસ્યાય સર્જાઇ રહી છે.
આ વચ્ચે લારી ગલ્લા અને પાથરણાવાળાનો પ્રશ્ર્ન પણ માથાના દુ:ખાવારૂપ બની રહયો છે. તાજેતરમાં કલેકટરના નેજા તળે મળેલી સંકલન બેઠકમાં યાજ્ઞીક રોડને જોડતા દસ્તુાર માર્ગ ઉપર સાંજથી મોડી રાત સુધી ખડકાતી ફુડ બજારથી આસપાસના રહેવાસીઓ માટે સમસ્યામઓ સર્જાઇ રહયાની ફરીયાદો મળતા કલેકટરે આ મુદ્દે મ્યુતનિસીપલ કમિશ્નરને પગલા લેવા જણાવતા આ માર્કેટ બંધ કરાવવા કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યાાનું જાણવા મળે છે.
- Advertisement -
યાજ્ઞીક રોડ પરના ટ્રાફીકનું ભારણ ઘટાડવા થોડા વર્ષો પહેલા ધર્મેન્દ્રાસિંહ કોલેજ કેમ્પીસની કપાત કરી નવો દસ્તુાર માર્ગ બનાવવામાં આવતા વાહન ચાલકોની સુગમતા વધી હતી. પરંતુ થોડા મહિનાઓ બાદ જ ડી.એચ.કોલેજની દિવાલે યાજ્ઞીક રોડથી હેમુ ગઢવી હોલ તરફ જતા રસ્તાુ પર લાઇનબંધ ફુડ ટ્રકો ગોઠવાવા લાગ્યાહ હતા. સાંજથી મોડી રાત સુધી અહિંયા ખાણીપીણીના રસીયાઓ ઉમટવા લાગતા ફરી ટ્રાફીકની સમસ્યા. સર્જાવા લાગી છે.
આ અંગે મ્યુાનિસિપલ કોર્પોરેશનમાં આસપાસના લતવાસીઓએ અનેક ફરીયાદો કરવા છતા કોઇ ઉકેલ નહિ આવતા આ પ્રશ્ર્ન કલેકટર સમક્ષ પહોંચતા તેની ચર્ચા સંકલન બેઠકમાં કરવામાં આવી હતી. આ દરિમયાન આ ફૂડ ઝોન ગેરકાયદે હોવાનું તારણ નિકળતા તુરંત કાર્યવાહીના નિર્દેશો આપવામાં આવ્યા હતા.