ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આગામી નવા શૈક્ષણિક સત્રથી ધોરણ એકથી ત્રણમાં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવવા બાબતે શિક્ષણ પ્રધાને મોટી જાહેરાત કરી છે. શિક્ષણ પ્રધાને કહ્યુ છે કે, ધોરણ એક અને બેમાં મૌખિક અને ધોરણ ત્રણમાં પુસ્તકોના માધ્યમથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. બાળકની નાની ઉંમર હોય ત્યારે તેની યાદશક્તિ સારી હોય છે. શિક્ષણ મંત્રીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રોના માધ્યમથી અંગ્રેજી શીખવવામાં આવશે. શિક્ષણ મંત્રીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે નવા સત્રથી ધોરણ1થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવાશે.
ધોરણ એક અને બે માં અંગ્રેજી મૌખિક અને ધોરણ 3 માં અંગ્રેજી વિષયનું પુસ્તક હશે. બાળકોની નાની ઉંમર હોય ત્યારે તેમની યાદ શક્તિ સારી હોય છે. વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી વિષય શીખવવામાં આવશે.