જો તમે પાસપોર્ટ બનાવવાનું વિચારતા હો તો હવે આ કામગીરી સરળ બની ગઈ છે. સરકારે નવા નિયમ પ્રમાણે સમગ્ર પ્રકિયાને તોડી મીનીટમાં પુરી થાય તે નિશ્ચિત કર્યુ છે.
પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઈન દસ્તાવેજો તમારા ડીજી લોકર એપમાં ડાઉનલોડ કરી આપવાના રહેશે અને પછી તેની ફોટોકોપીની પણ જરૂર નહીં રહે. અને પાસપોર્ટ ઓફીસ આ ડીજી લોકરમાંથી દસ્તાવેજો ટ્રાન્સફર કરી લેશે.
- Advertisement -
ડીજી લોકર એક વર્ચ્યુલ લોકર છે જેમાં સરકારી તમામ દસ્તાવેજો ડીજીટલ સ્વરૂપે સાચવી શકાય છે અને તે જેતે ઓથોરીટીને પણ આપી શકાય છે જેનાથી મુળ દસ્તાવેજો રજુ કરવાની રહેતી નથી અને તે માન્ય પણ રહે છે.