-રોહિત કે સ્ટોકસ મેચ રમી જ ન શકે તેવુ કંઈક કરો: વિડીયો રિલીઝ
ક્રિકેટ વર્લ્ડકપના ઓપનીંગ મેચ તથા ફાઈનલ સહિતમાં ત્રાસવાદી હુમલાની પોકળ ધમકી આપી ચૂકેલા કેનેડા-અમેરિકા સ્થિત ખાલીસ્તાની નેતા ગુરૂપતવંતસિંહ પન્નુએ હવે રાચીમાં રમાનારા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના ચોથા ટેસ્ટમેચ રદ કરાવવા ધમકી આપી છે.
- Advertisement -
શીખ ફોર જસ્ટીસના આ નેતાએ યુ-ટયુબ પર એક વિડીયો અપલોડ કરીને ઝારખંડ અને પાડોશી રાજયોના માઓવાદીઓ તથા આતંકીઓને ઉશ્કેરવાની કોશીશ કરી છે તથા આદીવાસી ભૂમી પર ક્રિકેટ મેચ યોજવા નહી દેવા અપીલ કરી છે.
બન્નેએ તેની ધમકીમાં દર્શાવ્યું છે કે, તેઓ (આદિવાસીઓ) એવું કંઈક કહે કે જેથી ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોકસ મેચ જ રમી શકે નહી. તા.23થી આ ટેસ્ટમેચ રાચીમાં શરૂ થનાર છે અને ઝારખંડ પોલીસે આ સંબંધમાં પન્નુ સામે એફઆઈઆર દાખલ કરી છે તથા મેચની સુરક્ષા પણ વધારાઈ છે.