હોસ્પિટલ અને નાના મવા ઓવરબ્રીજની કામગીરી 90 ટકા પૂર્ણ
બંને બ્રીજ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થશે: ઙખના હસ્તે ઉદ્ઘાટન થાય તેવી સંભાવના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરનો દિન-પ્રતિદિન ખુબ જ વિકાસ થઈ રહ્યો છે અને શહેરમાં વાહનનો પણ ખુબ જ વધારો થઈ રહ્યો છે. જે ધ્યાનમાં રાખી ટ્રાફિકની સમસ્યા હળવી બને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી શહેરમાં જુદાજુદા વિસ્તારમાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે તેમજ વેસ્ટ ઝોન વિસ્તાર તથા કોઠારીયા વિસ્તારને દૈનિક સુ-વ્યવસ્થિત પીવાનું પાણી મળે તે માટે રૈયાધાર ફિલ્ટર પ્લાન અને જેટકો ચોકડી ફિલ્ટર પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે. જેના અનુસંધાને તા.25-08-2022ના રોજ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને અનંતા પ્રોકોન તથા રણજીત બિલકોન એજન્સીના પ્રતિનિધિઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
હાલ, શહેરમાં વરસાદે વિરામ લીધેલ હોય બ્રિજના કામો વહેલી તકે પુરા થાય તે માટે કામગીરીની માહિતી મેળવેલ. રૂ. 109 કરોડના ખર્ચે બની રહેલ હોસ્પિટલ ચોક ટ્રાયએંગલ ઓવરબ્રિજની કામગીરી તા. 19-09-2022 સુધીમાં, આ ઉપરાંત રૂ. 40.21 કરોડના ખર્ચે બની રહેલ નાનામવા ઓવરબ્રિજની કામગીરી 90% પૂર્ણ થયેલ હોઈ આ બ્રિજ પણ આગામી તા. 30-09-2022 સુધીમાં તથા રૂ. 41.12 કરોડના ખર્ચે બની રહેલ રામાપીર જંકશન ઓવરબ્રિજ પણ ઓક્ટોબર-2022 સુધીમાં પૂર્ણ કરવા પદાધિકારીઓ દ્વારા એજન્સીઓને તાકીદ કરેલ. વિશેષમાં, જેટકો ચોકડી અને કે.કે.વી. ઓવરબ્રિજની કામગીરીની ચર્ચા કરવામાં આવેલ અને આ બ્રિજ પણ સમયમર્યાદામાં પૂર્ણ થશે.