ગૂગલે પોતાની નીતિ બદલી : વીડિઓની વચ્ચે 30-સેક્ધડની જાહેરાત જોવી ફરજિયાત!
ખાસ-ખબર સંવાદદાતા
આજે દરેક લોકો મોબાઈલ તેમજ સ્માર્ટ ટીવી પર યુટ્યુબ જોતા હોય છે. જો કે હવે લોકોને યુટ્યુબ પર લાંબી જાહેરાતો જોવા તૈયાર રહેવુ પડશે. ગુગલે યુટ્યુબની નવી એડ નીતિમાં ફેરફાર કર્યા છે. હવે ગુગલે યુટ્યુબ વીડિયોઝમાં લાંબી જાહેરાતો બતાવવાનું મન બનાવી લીધું છે. હવે યુઝર્સ પાસે આ એડને સ્કિપ કરવાનો વિકલ્પ પણ નહીં હોય.
યુટ્યુબ નવી જાહેરાત નીતિમાં અનુસાર વીડિઓની વચ્ચે 30-સેક્ધડની જાહેરાત બતાવવામાં આવશે. આ નવી એડ પોલિસી અમેરિકાથી શરૂ થશે. અન્ય દેશોમાં આ ક્યારે લાગુ થશે તે અંગે ગૂગલે કોઈ માહિતી આપી નથી. જો આ પ્રયોગ ત્યાં બિઝનેસની દ્રષ્ટિએ સફળ થશે તો ગૂગલ તેને ભારત સહિત અન્ય દેશોમાં લાગુ કરશે. હાલમાં યુટ્યુબ એક જ વિડિયો પર સ્કિપ બટન સાથે 15-સેક્ધડની બે જાહેરાતો બતાવે છે. જો કે વીડિયોના આધારે જાહેરાત અલગ હોઈ શકે છે.
ગૂગલે યુટ્યુબની નવી એડ પોલિસી વિશેની માહિતી એક બ્લોગ પોસ્ટ મારફતે આપી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ સ્માર્ટ ટીવી પર યુટ્યુબ વીડિયોમાં પોઝ એડ આઈડિયાને પણ લાગુ કરશે. આ સુવિધામાં જ્યારે કોઈ વીડિયો પોઝ કરવામાં આવે છે ત્યારે એક જાહેરાત પોપ અપ થશે અને જ્યાં સુધી વિડિયો ફરીથી ચલાવવામાં ન આવે ત્યાં સુધી તે દેખાડવામાં આવશે. આ જાહેરાત જ્યારે પોપ અપ થાય છે ત્યારે સ્ક્રીન પર પોઝ વિડિયોનું કદ ઓછું થઈ જશે.
હાલમાં યુટ્યુબ પર લાંબી જાહેરાતને સ્કિપ કરવાનો એકમાત્ર વિક્લપ સ્વરુપે યુટ્યુબ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન છે. ભારતમાં યુટ્યુબ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનનો ખર્ચ દર મહિને રૂપિયા 129 છે. પ્રીમિયમ સબ્સ્ક્રાઈબર જાહેરાત સ્કિપ કરીને વીડિયો જોઈ શકે છે. પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સાથે વપરાશકર્તાઓને યુટ્યુબ સંગીત અને પીપ મોડમાં વીડિઓઝ જોવાની ક્ષમતા સહિત અન્ય ઘણા લાભો પણ મળે છે.
- Advertisement -
ફેસબુકમાંથી વધુ 6000 કર્મચારીઓની છટણી થશે
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે 2023-24ના વર્ષમાં 10 હજાર જેટલા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી. એ પછી હવે રિપોર્ટમાં દાવો થયો છે કે આ મહિનાના અંત સુધીમાં જ મેટા કંપની 6000 કર્મચારીઓને હાંકી કાઢશે. ટૂંક સમયમાં કર્મચારીઓને ઈ-મેઈલથી જાણકારી આપવામાં આવશે એવો દાવો અહેવાલમાં થયો હતો.