-વીઆર હેન્ડ સેટથી વૈષ્ણોદેવીની પ્રાચીન ગુફાના વર્ચ્યુઅલી દર્શન કરી શકશે
ર્માં વૈષ્ણોદેવીની પ્રાચીન ગુફામાં હવે આખુ વર્ષ દર્શન થશે. આ સુવિધાનો આરંભ નવરાત્રીથી શરૂ થશે.આ ખાસ દર્શન સુવિધા માટે કટરા અને યાત્રા ટ્રેક પર પાંચ સ્થળો કિયોસ્ક (મોટા સ્ક્રીન) સ્થાપિત કરી દર્શનની ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી રહી છે.આ સુવિધાનો આરંભ શારદીય નવરાત્રીનાં પર્વથી થશે.
- Advertisement -
ત્યારબાદ આ સુવિધા આખુ વર્ષ શ્રધ્ધાળુઓને મળશે. એટલે ર્માં વૈષ્ણોદેવીની પ્રાચીન ગુફામાંથી દર્શન હવે આખુ વર્ષ થઈ શકશે. શ્રાઈન બોર્ડ પ્રશાસન તરફથી આ સુવિધાને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. નિહારીકા ભવન-કટડા સેરલી હેલીપેડ, અર્ધકુંવારી, પાર્વતીભવન અને દુર્ગા ભવનમાં આ સુવિધા ઉપલબ્ધ થશે. શ્રધ્ધાળુઓએ તેના માટે ઓનલાઈન 101 રૂપિયા ભરવા પડશે. વીઆર હેન્ડસેટથી લોકો માતા રાનીની પ્રાચીન ગુફાના દર્શન કરી શકશે. આમેય શ્રધ્ધાળુઓની પ્રાચીન ગુફા ખોલવાની માંગ ઉઠતી રહી છે.
જે વર્ષમાં માત્ર એકવાર જ ખુલે છે હવે યાત્રીઓની ઈચ્છા પુરી કરાશે આ નવી સુવિધાથી ખાસ કરીને વૃદ્ધોને લાભદાયક નીવડશે.આ સિવાય ભવનમાં સ્કોય વોક અને ડીઝીટલ લોકરની સુવિધાનો પણ લાભ મળશે. સ્કાય વોકથી તહેવારના સમયે તથા ભીડવાળા દિવસોમાં ભીડ મેનેજમેન્ટમાં પણ મદદ મળશે. દરમ્યાન ભવનમાં શારદીય નવરાત્રીની તૈયારી શરૂ કરવામાં આવી છે.ભવનને વિદેશી ફૂલોથી સજાવવામાં આવશે.ર્માં વૈષ્ણોદેવીનો દરબાર આકર્ષક સજાવટથી ચમકશે.