કાંતિ અમૃતીયાની ગાંધીનગરમાં રજૂઆત બાદ સ્થાનિક તંત્રને રેલો
માર્ગ મકાન વિભાગે રોડનું પેચવર્ક કામ શરુ કર્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઔધોગિક ઝોન એવા મોરબીથી જેતપર ગામને જોડતો 30 કિમીનો રોડ છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત અવસ્થામાં છે. અનેકવાર આ બાબતે આસપાસના ગ્રામજનોએ રજૂઆત કરી હતી તેમજ 30 કિમી સુધી ઉદ્યોગકારો, સ્થાનિક લોકોએબાઈક રેલી કરીને તંત્રની ઉંઘ ઉડાડવા પ્રયાસ કર્યા હતા પરંતુ નિંભર તંત્ર જાગ્યું ન હતું ત્યારે આખરે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ આ રોડ મુદ્દે હસ્તક્ષેપ કર્યો હતો અને સીધા ગાંધીનગર પહોંચ્યા હતા.
કાંતિલાલ અમૃતિયા માર્ગ મકાન વિભાગના સચિવ વસાવાને મળ્યા હતા અને તાત્કલિક ધોરણે આ રોડનું રીપેરીંગ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી. પૂર્વ ધારાસભ્યની રજૂઆત બાદ ગાંધીનગરના ચીફ એન્જીનીયરે પણ રોડની મુલાકાત લીધી હતી અને રોડની તાત્કાલિક મરામત જરૂરી હોવાનું સ્વીકારી માર્ગ મકાન વિભાગની ટીમને એસ્ટીમેટ સહીતના દસ્તાવેજ સાથે ગાંધીનગર બોલાવ્યા હતા જ્યાંથી તમામ મંજુરી મળી જતાઆજથી રોડનું પેચવર્ક કામ શરુ કરવામાં આવ્યું છે અને રોડનું પેચવર્ક થતા હવે લોકોને આ રોડ ફરી વાહન ચલાવવા લાયક થશે તેવી આશા છે.



