નિયમો મુજબ ફક્ત નિર્ધારિત સ્થળોએ વિસર્જન, અન્ય જગ્યાએ કરાશે તો કાનૂની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવ પૂરા થતા ક્લેકટર દ્વારા વિસર્જન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે પ્રથમવાર નિયમો અનુસાર વિસર્જન કરવાની સુચના આપવામાં આવી છે.
- Advertisement -
જાહેરનામા મુજબ રાજુલા તાલુકામાં વિકટરની ખાડી, ચાંચની ખાડી, ચાંચ, પટવાની ખાડી અને પટવા રાજુલા ખાતે જ વિસર્જન કરવું રહેશે. જો આ નક્કી કરેલ સ્થળો સિવાય અન્ય જગ્યાએ વિસર્જન કરવામાં આવે તો અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ કાનૂની કાર્યવાહી હાથ ધરશે.
તે જ રીતે જાફરાબાદ તાલુકામાં વિસર્જન માટેના સ્થળો પણ જાહેર કરવામાં આવ્યા છે. વિસર્જન વડેરા સરકેશ્વર બીચ, રત્નેશ્વર બીચ, ખારીબા સોનગઢ ગામ, લુણસાપુરીયા દાદા તળાવ અને વારાહ સ્વરૂપ બીચ પર જ કરવું પડશે, જેની યાદી રાજુલા પ્રાંત અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી છે.