રફાળેશ્વર ગામે મતદારોએ કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરાનો ઉધડો લીધો
ટંકારા-પડધરી બેઠકનાં ગામડાઓમાં લલિત કગથરાનો ઠેર-ઠેર વિરોધ
- Advertisement -
રફાળેશ્વર ગામે પાંચ વર્ષમાં કગથરાએ પગ પણ નથી મૂક્યો’ને હવે મત માંગવા પહોંચી ગયા!
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્કીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે. આમ તો આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ સાથે સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ ચૂંટણી સંગ્રામમાં ઝંપલાવી પ્રચાર પ્રસાર શરુ કરી દીધો છે.
ઉમેદવારો પ્રજા વચ્ચે જઈને કરેલી કામગીરીના ગુણગાન અને આવનાર સમયમાં કરવા જેવી કામગીરીના વાયદા સાથે પ્રજા પાસે મત માંગવા જતા હોય છે ત્યારે ટંકારા પડધરી મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અને ધારાસભ્ય રહી ચૂકેલા કગથરાથી મતદારો નારાજ હોય તેવું પણ લાગી રહ્યું છે જેમાં ટંકારા પડધરી મતવિસ્તારમાં આવતા મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે લલિત કગથરા તેના સમર્થકો સાથે પ્રચારમાં ગયા હતા ત્યારે કગથરાનો ગ્રામજનોએ ઉધડો લઈ લીધો હતો જેથી લલિતભાઈને સભા વગર જ ગામમાંથી પાછું વળવું પડ્યું હતું.
- Advertisement -
ટંકારા પડધરી મત વિસ્તારમાં આવતા રફાળેશ્વર ગામે પ્રચાર માટે ગયેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાનો નરેશ ગોહેલ નામના યુવાન સહિતના ગ્રામજનોએ ઉધડો લઈ લીધો હતો જેનો એક વિડીયો હાલ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો કહી રહ્યા છે કે, તમારા ઓળખીતા હોય તેને તમે સમર્થન આપો છો અને આજે અમારા ગામમાં મત માંગવા આવો છો તેમજ લોકો કગથરાને પૂછે છે કે, ધારાસભ્ય થયા પછી તમે અમારા ગામમાં કેટલી વાર આવ્યા ત્યારે લલિત કગથરા ખુદ સ્વીકાર કરે છે કે તે એકેય વાર ગામમાં નથી આવ્યા. આ ઉપરાંત “કાકાના કામ નહીં, કાકાનાં કાંડ બોલે છે” તેવું કહી લલીત કગથરાને ઉધડો લીધો હતો અને રફાળેશ્વર ગામના લોકોએ તેમના ગામમાં કાકાને સભા પણ કરવા દીધી ન હતી અને લલિત કગથરાએ પોલીસ તપાસમાં લાગતા વળગતાનો પક્ષ ખેંચ્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.
વિરોધ દરમીયાન નેતાજીએ જવાબ આપવામાં હિચકિચાટ અનુભવ્યો હતો તેમજ ’કાકાના કામ બોલે છે’ ના સુત્રના બેનર હેઠળ પ્રચાર કરતા લલિત કગથરાના કાંડ બોલે છે ના ટેગ સાથેનો એક વિડીયો પણ હાલ સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.
લલિત કગથરાનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…