પોષક ભોજન કરવાની સાથે સાથે તે પણ જરૂરી છે કે, ભોજન યોગ્ય રીતે યોગ્ય સ્થાન પર કરવામાં આવે. જો ભોજન બનાવવાની કે ભોજન કરવાની જગ્યા કે પદ્ધતિ ખોટી હોય તો જીવનમાં ઘણી મુશકેલીઓનો સામનો કરવો પડે છે. આ ભૂલો ધનહાનિ, બિમારીઓ વગેરેનું કારણ બને છે. આજે આપણે વાસ્તુ શાસ્ત્રના એવા નિયમો વિશે જાણીએ જેનું પાલન કરવાથી વ્યક્તિની ઉંમર લાંબી થાય છે. તેની આર્થિક સ્થિતિ સારી થાય છે. સ્વાસ્થ્ય સારું રહે છે. આ બાબતમાં ભોજન કરતી વખતે યોગ્ય દિશા હોય તે ખૂબ જ જરૂરી છે.
- Advertisement -
કઈ દિશા તરફ મોઢું રાખીને ભોજન કરીએ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ભોજન કરવા માટે સૌથી ઉત્તમ દિશા પૂર્વ દિશા હોય છે. આ દિશા તરફ મોઢું રાખીને ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. ઉંમર વધે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.
જે લોકો ઝડપથી પૈસા કમાવવા માંગે છે, તેઓને હમેશાં ઉત્તર દિશા તરફ મો રાખીને ભોજન કરવું જોઈએ,આ ધનના દેવતા કુબેરની દિશા છે. આ તરફ મોં રાખીને જમવાથી વ્યક્તિ ધનવાન બને છે. ઘરના મુખ્ય વ્યક્તિએ હંમેશા આ દિશા તરફ મો કરીને જમવું જોઈએ.
એવા લોકો કે જે નોકરી કરી રહ્યા છે અથવા પરિક્ષા-ઈન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છે, તેઓ એ પણ ઉત્તર દિશા તરફ મોં કરીને ભોજન કરવુ જોઈએ. તેનાથી તેમને સફળતા મળશે અને માં લક્ષ્મીની કૃપાથી તેઓને ધનની વર્ષા થશે.
- Advertisement -
તેમજ પશ્ચિમ દિશા તરફ મો કરીને ભોજન કરવાથી બીમારીઓ દૂર થશે. સ્વાસ્થ સારું થશે, જે લોકો કોઈ બીમારીના શિકાર હોય, તેઓ રોજે પશ્ચિમ દિશા તરફ મો કરીને ભોજન કરે,જલ્દી લાભ થશે.
ભૂલથી પણ દક્ષિણ દિશા તરફ મોં રાખીને ભોજન ન કરવું જોઈએ. એવુ કરવાથી બીમારીઓ વધે છે. ઘરમાં ગરીબી આવે છે. ધનહાનિ થાય છે. આ દિશા પિતૃઓની દિશા છે, તે માટે આ દિશા તરફ મો કરીને ન ખાવું જોઈએ.