૯૭ સાયબર હુમલા કરીને પરમાણુ તથા મિસાઇલ વિકાસમાં ફંડ વાપર્યુ
તપાસ કરનારી સમિતિને રશિયાએ વિટો વાપરીને ભંગ કરી દીધી હતી
- Advertisement -
સંયુકત રાષ્ટસંઘસંઘના પ્રતિબંધ નિરીક્ષકોએ શંકા વ્યકત કરી છે કે ૨૦૧૭ થી ૨૦૨૪ દરમિયાન ૩.૬ અબજ ડોલરના મૂલ્યના ક્રિપ્ટોકરન્સીની ચોરી સંબંધિત ૯૭ સાઇબર હુમલાઓ પાછળ ઉત્તર કોરિયાનો હાથ છે. યુએનના આ નિરીક્ષકો સુરક્ષા પરિષદની વિશેષજ્ઞા સમિતિના સદસ્ય છે જે ઉત્તર કોરિયા પર કાર્યાન્વિત કરવામાં આવેલા પ્રતિબંધોનું ધ્યાન રાખે છે. રશિયા દ્વારા સમિતિના અધ્યાદેશના સુધારા સામે વીટો વાપર્યા પછી એપ્રિલના અંતમાં સમિતિને ભંગ કરી દેવામાં આવી હતી.
સંયુકત રાષ્ટ્રસંઘના રાજકિય સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક નિરિક્ષકોએ પોતાનું અધુરું કામ ગત સપ્તાહ સુરક્ષા પરિષદની ઉત્તર કોરિયા પ્રતિબંધ સમિતિને સોંપ્યું હતું. નિરિક્ષકોએ પોતાના અહેવાલમાં ઉત્તર કોરિયા પર આરોપ લગાવ્યો હતો કે એક એકસચેંજથી ૧૪.૭૫ કરોડ મૂલ્યની ક્રિપ્ટોકરન્સી ચોરી હતી અને માર્ચમાં ક્રિપ્ટો મિકસર સેવાનો ઉપયોગ કરીને મેળવી હતી.
- Advertisement -
મિકસર સેવા અનેક ઉપયોગકર્તાઓની ક્રિપ્ટોકરન્સીને એક સાથે ભેળવી દે છે જેનાથી ફંડની ઉત્પત્તિ અને માલિકીનો ખ્યાલ આવતો નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે ચોરવામાં આવેલી ધનરાશીનો ઉપયોગ ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ વિકાસ વગેરે માટે કરે છે. ઉત્તર કોરિયા માટેની વિશેષ સમિતિને ભંગ કરી દેવામાં આવતા ઉત્તર કોરિયા દ્વારા પ્રતિબંધોનું ઉલંઘન જોવાની યુએનની ક્ષમતા નબળી પડે તેવી નિષ્ણાતોને શંકા છે.