આહીર સમાજનાં પદાધિકારીઓ, સમાજનાં શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા આહીર યુવા સંગઠન દ્વારા ભવનાથ સ્થિત શ્રી મંગલનાથ બાપુની જગ્યામાં સંગઠન દ્વારા સૌપ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 3000થી પણ વધુ આહીર જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મહાદેવગીરી બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં આહીર સમાજના ગણમાન્ય મહાનુભાવો શ્રી મંગલનાથ બાપુની જગ્યા ની સંસ્થાના પ્રમુખ ભગવાનજી ભાઈ બારડ, જવાહરભાઈ ચાવડા, શાંતાબેન દિનેશભાઈ ખટારીયા, હિરેનભાઈ સોલંકી, નિરૂપમાબેન કાંબલિયા, જેઠાભાઈ પાનેરા, હીરાભાઈ જોટવા, નારણભાઈ સોલંકી, સરમણભાઇ પીઠીયા,પૂંજાભાઈ બોદર, નિલેશભાઈ પીઠીયા વગેરે સહિત અનેક નામી-અનામી લોકો અને સામાજિક આગેવાનો તથા આહીર સમાજના ગણમાન્ય ડોક્ટર્સ, અધિકારીઓ અને સવિશેષ જૂનાગઢ આહીર મહિલા મંડળ વગેરેની ઉપસ્થિતિ ઊડીને આંખે વળગે તેવી હતી.
- Advertisement -
સંપૂર્ણપણે બિનરાજકીય અને સમાજકેન્દ્રિય એવા આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકામાં આહીર સમાજના ચૂંટાયેલા પદાધિકારીઓનું સન્માન અને બહુમાન કરવામાં આવ્યું હતું અને આહીર સમાજની એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું હતું. વીર આહીર દેવાયત બોદરના ધર્મપત્ની શ્રી સોનબાઈને સાક્ષાત પ્રસ્તુત કરતો એકપાત્રીય અભિનય આહીર ક્ધયા જિયાબેન ગોજીયા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાદેવગીરી બાપુના આશીર્વચન સાથે ભગવાનજીભાઈ બારડ, દિનેશભાઈ ખટારીયા, હીરાભાઈ જોટવા, નિરૂબેન કામબલિયા,અશોકભાઈ પીઠીયા ના પ્રસંગોચિત વક્તવ્યો નોંધપાત્ર રહ્યાં હતાં. અંતે જેઠાભાઈ પાનેરા દ્વારા કરવામાં આભારવિધિ અને સમૂહ ભોજનપ્રસાદ સાથે આ ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મનીષભાઈ નંદાણીયા અને સમગ્ર ટીમની જહેમત ઉઠાવી હતી.



