સરકારે એક એવી પ્રક્રિયા તૈયાર કરી છે, જેથી દર્દીને રાહ નહીં જોવી પડે
વીમા કલેમનો નિકાલ ઝડપથી થશે : NHCXથી પુરી પ્રક્રિયા પારદર્શી અને ઝડપી બનશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હેલ્થ ઈસ્યોરન્સ કલેમ મેળવવા માટે હવે આપને વધુ રાહ નહીં જોવી પડે. હેલ્થ ઈુસ્યોરન્સ સર્વિસીઝ આપતી કમ સે કમ 33 મોટી કંપનીઓ નેશનલ હેલ્થ કલેમ્સ એકસચેન્જ (એનએચસીએકસ) સાથે જોડાઈ ગઈ છે. આ એક એવું પ્લેટફોર્મ
છે, જેને સરકારે વીમા દાવા સાથે જોડાયેલી જાણકારીના આદાન-પ્રદાન માટે બનાવાઈ છે. અત્યાર સુધી આ કામ અલગ અલગ પ્લેટફોર્મથી થતું હતું જેથી સમય ખૂબ લાગતો હતો. સરકારી સૂત્રોનું કહેવું છે કે એનએચસીએકસના ઉપયોગથી ન માત્ર વીમા દાવાની પ્રક્રિયા ઝડપી થશે, બલ્કે આ પુરી પ્રક્રિયા પારદર્શી પણ થશે.
આથી દેશની ટોચની વીમા નિયામક સંસ્થા ભારતીય વીમા વિનિયામક અને વિકાસ ઓથોરિટીની સ્થિતિની રિયલ ટાઈમ જાણકારી મળશે. નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)ના ટોચના અધિકારીએ કહ્યું હતું કે સામાન્ય માણસ પણ મોબાઈલના માધ્યમથી પોતાના વીમા દાવાની સ્થિતિ જોઈ શકશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એનએચસીએકસનો ઉદેશ હાલ કારોબારને નિયંત્રીત કરવાનો નથી પરંતુ આ ડિઝીટલ પ્લેટફોર્મથી મળેલા આંકડાનો ઉપયોગ ભવિષ્યમાં આવી એવી પ્રણાલીઓ વિકસીત કરવામાં થઈ શકે જેને પ્લેટફોર્મ સાથે જોડી શકાય. જેથી અનુચીત આધાર પર દાવાને સ્વીકાર કરવા જેવી ગરબડ રોકી શકાય. એક વરિષ્ઠ ડોકટરે જણાવ્યું હતું કે દર્દીઓને આ પ્રક્રિયા પુરી થવા માટે દિવસભર રાહ જોવી પડે છે જેથી હોસ્પિટલમાંથી દર્દીને રજા આપવામાં મોડું થાય છે અને વધારાનું ભાડુ દેવું પડે છે. એનએચસીએકસની સાથે તેઓ પોતાના દાવાના નિકાલની પ્રગતિની દેખરેખ સ્વયં કરી શકશે. આ એક મોટી રાહતની માંગ છે.