બે દાયકામાં માત્ર એક જ વખત પ્રયોગ કર્યો, જે નિષ્ફળ રહ્યો
છેલ્લે 70-80ના દાયકામાં એરક્રાફ્ટથી ક્લાઉડ સિડિંગ ઓપરેશન થયું હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં હવે સરકારી રાહે ક્યારેય ’કૃત્રિમ વરસાદ’ પડશે નહીં. રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે વર્ષ 2001-02થી અમલમાં રહેલી આ યોજના હાલ પુરતી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ખરીફ સિઝનમાં ચોમાસુ વિલંબમાં મુકાય, વરસાદ ખેંચાય ત્યારે વાવેતર નિષ્ફળ ન જાય તે ઉદ્દેશ્યથી આ યોજના અમલમાં મુકાઈ હતી. જો કે, વિતેલા બે દાયકામાં માત્ર એક જ વખત કૃત્રિમ વરસાદનો પ્રયોગ થયો છે, જે નિષ્ફળ રહ્યો હતો.
આ યોજનાને બંધ કરવા પાછળ કૃષિ યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા નિષ્ણાતોએ કહ્યું કે, 50 વર્ષ અગાઉ જ્યારે રાજ્યમાં સિંચાઈની સુવિધા આજના જેટલી વ્યાપક નહોતી તે વેળાએ ચોમાસુ ખેંચાય ત્યારે અને ઓછા વરસાદની સ્થિતિમાં એરક્રાફ્ટથી ક્લાઉડ સિડીંગ ઓપરેશન અર્થાત વાદળો ઉપર રાસાણિક દ્વવ્યોના છંટકાવથી કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવતો હતો. આ કામગીરી તે વખતની ગુજરાત એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની- ય્છૈંઝ્ર અને હાલના ઉડ્ડયન વિભાગ હેઠળ થતી.