સ્લેબમાં 1લી એપ્રિલથી કેટલાક બદલાવ કરાશે પરંતુ હવે નાણા મંત્રાલયે આ દાવાઓને ફગાવી દીધો છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
- Advertisement -
કેન્દ્ર સરકારે આજે (સોમવાર) સ્પષ્ટ કર્યું છે કે પહેલી એપ્રિલથી ઈનકમ ટેક્સના નિયમોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા એવી પોસ્ટ કરવામાં આવી રહી હતી કે, ઈનકમ ટેક્સના સ્લેબમાં પહેલી એપ્રિલથી કેટલાક બદલાવ કરવામાં આવશે. પરંતુ હવે નાણા મંત્રાલયે આ દાવાઓને ફગાવી દીધા છે. નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ’એવું જોવા મળ્યું છે કે, નવા ટેક્સ સ્લેબને લગતી ભ્રામક માહિતી કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવી રહી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે પહેલી એપ્રિલથી ઈનકમ ટેક્સના સ્લેબમાં કોઈ નવા બદલાવ કરવામાં આવ્યા નથી.’
નાણા મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર સ્પષ્ટતા લખ્યું કે, ’ઈનકમ ટેક્સ અધિનિયમની કલમ 115ઇઅઈ(1અ) હેઠળ ફાયનાન્સ બિલ 2023માં નવી ટેક્સ વ્યવસ્થા રજૂ કરવામાં આવી હતી. જૂની ટેક્સ વ્યવસ્થા પહેલાથી જ અસ્તિત્વમાં છે. નવી ટેક્સ વ્યવસ્થા નાણાકીય વર્ષ 2023-24 અને આકારણી વર્ષ 2024-25થી કંપનીઓ અને પેઢીઓ સિવાયના સામાન્ય કરદાતાઓ માટે ડિફોલ્ટ ટેક્સ રિજીમ તરીકે લાગુ છે. નવા ટેક્સ રિજીમમાં ટેક્સનો રેટ ઓછો છે. જો કે, ઘણી પ્રકારની છૂટ અને કપાત (પગારમાંથી રૂ. 50,000ની પ્રમાણભૂત કપાત અને રૂ. 15,000ના કુટુંબ પેન્શન સિવાય) લાગુ પડતી નથી. જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થામાં છૂટ અને કપાતનો દાવો કરી શકાય છે.’
નવી ટેક્સ વ્યવસ્થા એ ડિફોલ્ટ ટેક્સ રિજીમ છે. જો કે, ટેક્સ પેયર્સ તેમના લાભોને ધ્યાનમાં રાખીને જૂની કે નવી કોઈપણ ટેક્સ વ્યવસ્થા પસંદ કરી શકે છે. આકારણી વર્ષ 2024-25 માટે રિટર્ન ફાઈલ ન થાય ત્યાં સુધી નવી ટેક્સ વ્યવસ્થામાંથી નાપસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. વ્યવસાય વિના યોગ્ય લોકો પાસે દરેક નાણાકીય વર્ષ માટે ટેક્સ શાસન પસંદ કરવાનો વિકલ્પ હશે. આનો અર્થ એ છે કે તેઓ એક નાણાકીય વર્ષમાં નવી ટેક્સ વ્યવસ્થા અને આગામી નાણાકીય વર્ષમાં જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરી શકે છે.