ખાસ-ખબર ન્યૂઝ મોરબી,
તાજેતરમાં ગુજરાતની GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ફી વધારો પરત ખેંચવા માટે નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન (NMO)ના પ્રતિનિધિઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી અને ફી વધારા અંગે પુન:વિચાર કરવા રજૂઆત કરી હતી.
કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમ્નભાઈ વાજા, રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન (NMO)ના પ્રતિનિધિઓએ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. ડો.ભરતભાઈ અમીન, ડો.પ્રવીણભાઈ ભાવસાર, ડો.દુષ્યંતભાઈ દેસાઈ, ડો.વિરેનભાઈ દોશી, ડો.વિજયભાઈ ગઢીયા અને ડો.નિખિલ ચૌહાણ સાથે ગખઘના પ્રતિનિધિ મંડળે ગુજરાતની GMERS મેડિકલ કોલેજોમાં તાજેતરમાં થયેલા ભારે ફી વધારા અંગે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને મળીને પુન:વિચાર કરવા અથવા ફી વધારો ઓછો કરવા જણાવ્યું હતું.
- Advertisement -
આ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ ગખઘ પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી અને ગખઘને GMERS મેડિકલ કોલેજોની ફી મુદ્દે પુન:વિચારણા કરવા અંગે ખાતરી આપી હતી.



