એનડીએએ 243 સભ્યોના ગૃહમાં 200 થી વધુ બેઠકો મેળવી હતી, જેમાં ભાજપે સૌથી વધુ 89 બેઠકો જીતી હતી, ત્યારબાદ જેડી(યુ)ની સંખ્યા 85 હતી.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએએ સપાટો બોલાવ્યા બાદ હવેનવી સરકારની રચના કરવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. એનડીએની નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 20 નવેમ્બરે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે.
- Advertisement -
નીતિશ કુમારે બિહારમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું
નીતિશ કુમારે રાજભવન પહોંચીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું રાજ્યપાલને સુપરત કરી દીધું છે. હવે 19 નવેમ્બરે બિહાર વિધાનસભા ભંગ કરશે. ત્યારબાદ નવા મુખ્યમંત્રી તરીકે સતત 10મી વખત તેઓ સીએમ પદના શપથ લઈ શકે છે.
નીતિશ કુમારની કેબિનેટ બેઠક પૂર્ણ, રાજભવન પહોંચ્યા
- Advertisement -
નીતીશ કુમારના નેતૃત્વમાં કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર હવે રાજ્યપાલને મળવા અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કરવા રાજભવન પહોંચ્યા છે.
મુખ્યમંત્રી પદ માટે નીતિશ કુમારના નામ પર આવતીકાલે મોહર વાગી શકે છે. કેમ કે તારીખ મુલતવી રાખવામાં આવી છે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠક, જે પહેલા 18 નવેમ્બરે યોજાવાની હતી, હવે તે 19 નવેમ્બરે યોજાશે. દિલીપ જયસ્વાલના નિવેદન બાદ, એવું માનવામાં આવતું હતું કે ભાજપ વિધાનસભા પક્ષ નવા નેતાની પસંદગી કરશે અને ત્યારબાદ પાર્ટી તેના સાથી પક્ષોને મુખ્યમંત્રી પદ માટે નીતિશ કુમારને સમર્થન આપવાનો ઔપચારિક પત્ર સુપરત કરશે. પરંતુ હવે રાહ જોવાનો સમય લંબાવવામાં આવ્યો છે.
પીએમ મોદીની હાજરીમાં યોજાશે સમારોહ
આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. ઉલ્લેખનીય છે કે એનડીએએ 243 બેઠકોમાંથી 202 બેઠક જીતીને ઐતિહાસિક બહુમતી પ્રાપ્ત કરી હતી જેમાં ભાજપને 89, જેડીયુને 85, એલજેપીને 19 અને અન્ય પક્ષોને 9 બેઠકો મળી હતી.
નીતિશ કુમારની અંતિમ કેબિનેટ બેઠક
જેડીયુના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે સવારે 11:30 વાગ્યે અંતિમ કેબિનેટ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વર્તમાન વિધાનસભા ભંગ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવશે. બેઠક બાદ, મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજભવન જઈને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રાજીનામું સુપરત કરશે. આ ઔપચારિકતા નવી સરકાર બનાવવા તરફનું પ્રથમ પગલું હશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે, તેથી તમામ ઔપચારિકતાઓ સમય પહેલા પૂર્ણ કરવામાં આવી રહી છે.
નીતીશના રાજીનામા પછી, જેડીયુ વિધાનસભા પક્ષની બેઠક થશે, જ્યાં નીતિશ કુમારને પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે તેવી અપેક્ષા છે. આ પછી ભાજપ વિધાનસભા પક્ષની બેઠક થશે અને અંતે, એનડીએ વિધાનસભા પક્ષની સંયુક્ત બેઠક થશે, જ્યાં નીતિશ કુમારને ગઠબંધન નેતા જાહેર કરવામાં આવશે. આ પછી, એનડીએ પ્રતિનિધિમંડળ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે રાજ્યપાલ પાસે જશે. જોકે, નીતિશ કુમાર 20 નવેમ્બરે શપથ લેશે કે એનડીએ સરકારના ભાગ રૂપે અન્ય કોઈ નેતા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.




