50 વર્ષીય ફિલ્મ ડિરેક્ટર નિશિકાંત કામતનું હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં આજે એટલે કે 17 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. નિશિકાંત કામતને 31 જુલાઈના રોજ હૈદરાબાદ સ્થિત ગચીબોવલી સ્થિત AIG હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને લિવર સિરોસિસની તકલીફ હતી.
સૂત્રોના કહેવા પ્રમાણે, 31મી જુલાઈએ તે હૈદરાબાદના ગચીબોવલી સ્થિત એઆઈજી હોસ્પિટલમાં દાખલ થયા છે. લીવરની બિમારી ઉપરાંત તેમને અન્ય ઈન્ફેક્શન પણ હતા.
- Advertisement -
આજ સવારે એટલે કે 17 ઓગસ્ટે નિશિકાંત કામતનું અવસાન થયું તેવા ન્યૂઝ ચર્ચાઈ રહ્યા હતા. જોકે, તે સમયે ફિલ્મમેકર મિલાપ ઝવેરીએ અને એક્ટર રિતેશ દેશમુખે ડિરેક્ટર નિશિકાંત કામતના અવસાનની વાતનું ખંડન કર્યું હતું.