કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સૂચના અન્વયે પાણીપુરીમાં પેથોજેનીક બેક્ટેરીયા છે કે નહી? તે અંગે ટેસ્ટીંગ માટે પાણીપુરીનું સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત પાણીપુરીના કુલ – ૯ નમુના લઇ કોલ્ડ ચેઇન જળવાઇ રહે તે રીતે ફુડ લેબોરેટરી, વડોદરા ખાતે મોકલાવેલ છે. લીધેલ નમુનાની વિગત નીચે મુજબ છે.

- Advertisement -
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) પાણીપુરીનો માવો (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ: સ્પાઇસી બાઇટ, નેપ્ચ્યુન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં ૩૨, જલારામ પેટ્રોલ પંપ સામે, કાલાવડ રોડ (૨ ) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળ:- સ્પાઇસી બાઇટ, નેપ્ચ્યુન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં ૩૨, જલારામ પેટ્રોલ પંપ સામે, કાલાવડ રોડ (૩) ફુદીના કોથમીરની ચટણી (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ:- સ્પાઇસી બાઇટ, નેપ્ચ્યુન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં ૩૨, જલારામ પેટ્રોલ પંપ સામે, કાલાવડ રોડ (૪) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળ:- Yummy Mummy, નેપ્ચ્યુન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં ૨૨, જલારામ પેટ્રોલ પંપ સામે, કાલાવડ રોડ લીધેલ છે. (૫) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- Yummy Mummy, નેપ્ચ્યુન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં ૨૨, જલારામ પેટ્રોલ પંપ સામે, કાલાવડ રોડ (૬) લીલી ચટણી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- Yummy Mummy, નેપ્ચ્યુન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં ૨૨, જલારામ પેટ્રોલ પંપ સામે, કાલાવડ રોડ (૭) પાણીપુરીનું હાજમા હજમનું પાણી (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ:- બોમ્બે સ્ટાઇલ ભેળવાળા, સર્વેશ્વર ચોક, શિવમ કોમ્પલેક્ષ, દુકાન નં ૧૧૮ (૮) ખજુર ની ચટણી (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ:- બોમ્બે સ્ટાઇલ ભેળવાળા, સર્વેશ્વર ચોક, શિવમ કોમ્પલેક્ષ, દુકાન નં ૧૧૮ (૯) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- બોમ્બે સ્ટાઇલ ભેળવાળા, સર્વેશ્વર ચોક, શિવમ કોમ્પલેક્ષ, દુકાન નં ૧૧૮ લીધેલ છે.

- એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા કરવામા આવેલ દંડની વિગત :-
રાજકોટ શહેરના પરાબજારમાં આવેલ “પેસુમલ ચેલારામ એન્ડ કંપની” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: “સુબાગ” દેશી ઘી મેડ ફ્રોમ કાઉ મિલ્ક (૧ લી. પેક્ડ)” માં ફોરેન ફેટની હાજરી હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી રમેશભાઇ પેશુમલ બુધરાણી (નમૂનો આપનાર FBO તથા નોમીની) તથા અન્યને કુલ મળી રૂ.95,000/- નો દંડ ફરમાવેલ છે.
- Advertisement -

રાજકોટ શહેરના પરાબજારમાં આવેલ “પેસુમલ ચેલારામ એન્ડ કંપની” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: ” “સુબાગ” દેશી ઘી (૫૦૦ મિલી પેક્ડ)” માં ફોરેન ફેટની હાજરી હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી રમેશભાઇ પેશુમલ બુધરાણી (નમૂનો આપનાર FBO તથા નોમીની) તથા અન્યને કુલ મળી રૂ.95,000/- નો દંડ ફરમાવેલ છે.

રાજકોટ શહેરના રૈયા રોડમાં આવેલ “જય માર્કેટીંગ,” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: ” Lit & Fit Brand Pudina Ring (80 g packed)” માં પેકીંગ તારીખ છાપેલ ન હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ” મિસબ્રાન્ડેડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી વાલાણી નિતેશભાઇ રમણીકભાઇ (નમૂનો આપનાર FBO તથા નોમીની) તથા અન્યને કુલ મળી રૂ.75,000/- નો દંડ ફરમાવેલ છે.
- રાત્રી રાઉન્ડ દરમ્યાન કરેલ ચકાસણીની વિગત :-
રાજકોટ શહેરની જાહેર જનતાને આરોગ્યપ્રદ અને હાઇજીન ખાદ્યચીજ મળી રહે તે હેતુથી ફુડ વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોકર્સ ઝોનમાં રાત્રી રાઉન્ડના ચેંકીગ દરમ્યાન ૨૫ રેંકડીમાં ચકાસણી કરવામાં આવેલ, ચકાસણી દરમ્યાન ૪ ફુડ બિઝનેસ ઓપરેટરને ત્યાં વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજ મળી આવતા કુલ ૧૯ (ચાલીસ) કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરવામાં આવેલ.
| ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
| 1 | મહાદેવ પાણીપુરી સેન્ટર | ગોંડલ રોડ | ૩ કી.ગ્રા. વાસી રગડો નાશ |
| 2 | ખત્રી ઘુઘરા વાળા | ગોંડલ રોડ | ૫ કી.ગ્રા. વાસી મીઠી ચટણી નાશ |
| 3 | પાલજી સોડા શોપ | ગોંડલ રોડ | ૨૦ નંગ (અંદાજીત ૩ કિ.ગ્રા) વાસી પફ નાશ |
| 4 | ઓમ ભોલે પાણીપુરી | ગોંડલ રોડ | ૮ કિ.ગ્રા વાસી સોસ નાશ |
| 5 | અનીલ સમોસા કચોરી | ભુતખાના ચોક | – |
| 6 | હરી યોગી લાઇવ પફ | ગોંડલ રોડ | – |
| 7 | પેરેલાઇઝ કોલ્ડ્રીંક્સ | ગોંડલ રોડ | – |
| 8 | કિસ્મત પાણીપુરી | ગોંડલ રોડ | – |
| 9 | અનીલ ભેળ હાઉસ | ગોંડલ રોડ | – |
| 10 | શ્રી બાલાજી પાંઉભાજી | ગોંડલ રોડ | – |
| 11 | સુર્યકાંત હોટલ | ગોંડલ રોડ | – |
| 12 | કે.કે. લાઇવ પફ | ગોંડલ રોડ | – |
| 13 | જોકર ગાંઠીયા | ગોંડલ રોડ | – |
| 14 | ડાયમંન શીંગ | ગોંડલ રોડ | |
| 15 | ભગવતી પાંવભાજી | ગોંડલ રોડ | – |
| 16 | યશ ચાઇનીઝ પંજાબી | ગોંડલ રોડ | – |
| 17 | કીસ્મત પાણીપુરી | ગોંડલ રોડ | – |
| 18 | સુજલ દાળ પકવાન | ગોંડલ રોડ | – |
| 19 | ગીરીરાજ ઘુઘરા | ગોંડલ રોડ | – |
| 20 | શ્રી રામ ચાઇનીઝ પંજાબી | ગોંડલ રોડ | – |
| 21 | પુજા સેન્ડવીચ | ગોંડલ રોડ | – |
| 22 | તિરૂપતિ થાબડીવાલા | ગોંડલ રોડ | – |
| 23 | મયુર ભજીયા | ગોંડલ રોડ | – |
| 24 | રાજ પાઉંભાજી | ગોંડલ રોડ | – |
| 25 | સોલંકી એગ્સ | ગોંડલ રોડ | – |


