કાલે આવશે નવી ગાઇડલાઇન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 10 હજારની લગોલગ પહોંચી ગયા છે. 7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન જાહેર કરી હતી. જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. જેથી 14મીએ નવા નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. નવી ગાઇડલાઇનમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. હાલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે. પરંતુ નવી ગાઇડલાઇનમાં જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય તેવા શહેરોનો પણ ઉમેરો થઈ શકે છે.
બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતા જ 4 મહાનગરમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો. જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યાં હોવાથી નાઇટ કર્ફ્યૂ સવારના 9થી 6 વાગ્યાનો થવાની શક્યતા છે.