ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિતના દેશના અનેક રાજ્યોમાં NIA દ્વારા એક સાથે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મંગળવારે વહેલી સવારથી જ ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં NIA દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેરર ફંડિંગના કેસમાં NIA દ્વારા એક સાથે રેડ કરવામાં આવતા અપરાધીઓમા ફફડાટ જોવા મળી રહ્યો છે. જાણકારી અનુસાર ભારતમાં કુલ 70થી વધુ ઠેકાણાઑ પર આજે એક સાથે રેડ કરવામાં આવી છે.
- Advertisement -
ગુજરાત, પંજાબ, મધ્ય પ્રદેશ અને હરિયાણા સહિતના રાજ્યોમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે મીડિયા અહેવાલ અનુસાર ગેંગસ્ટર સાથે પૂછપરછમાં મળેલી અનેક જાણકારીઓના આધારે આ સમગ્ર કાર્યવાહી આજે કરવામાં આવી રહી છે. કુલ છ ગેંગસ્ટરોએ અન્ય ગેંગસ્ટર્સના નામ અને ઠેકાણા જાહેર કર્યા હતા. એવામાં આજે તેમના સાથીદારોના ઠેકાણાઑ પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Gujarat: NIA conducts raids at premises of gangster Lawrence Bishnoi's close aid in Gandhidham
Read @ANI Story | https://t.co/SWCPME90kn#NIA #LawrenceBishnoi #Gandhidham #NIAraid pic.twitter.com/fbD8p0xsu9
- Advertisement -
— ANI Digital (@ani_digital) February 21, 2023
ગાંધીધામ ગુજરાત: લોરેન્સ બિશ્નોઈના સાથી કુલવિંદરના ત્યાં NIA દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કુલદીપ લાંબા સમયથી બિશનોઈની ગેંગ સાથે જોડાયેલો છે અને આ પહેલા પણ અનેક વાર તેનું નામ સામે આવ્યું હતું. કુલવિંદરનું નામ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં પણ જોડાઈ ચૂક્યું છે.
પ્રતાપગઢ: મોડી રાતથીજ અહીં કાર્યવાહી ચાલી રહી છે, જોકે પહેલા ખોટા સરનામે રેડ પડી ગઈ હતી, બાદમાં ફરીથી કાર્યવાહી કરવામાં આવી.
હરિયાણા: નારનોલમાં ગેંગસ્ટર સુરેન્દ્ર ઉર્ફ ચીકુના ઠેકાણાઑ પર રેડ કરવામાં આવી.
પીલીભીત: દિલબાગ સિંહ નામના એક વ્યક્તિના ઠેકાણાઑ પર રેડ કરવામાં આવી હતી, સવારના પાંચ વાગ્યે જ ટીમ કાર્યવાહી માટે પહોંચી ગઈ હતી.