નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ આઝરોજ ટેરર ફંડિંગ કેસમાં જમ્મૂ-કાશ્મીરના જમ્મૂ અનો ડોડા જિલ્લામાં દરોડા પાડયા છે.
મળેલી જાણકારી મુજબ, જમ્મૂ અને ડોડા જિલ્લામાં દરોડા દરમ્યાન, તપાસ એજન્સીને કેટલીક જગ્યાએ સંદિગ્ધ દસ્તાવેજ અને ડિજિટલ ઉપકપરણો પણ જપ્ત કર્યો છે. આ સિવાય, NIA બેંકની લેવડ-દેવડની સાથે આતંકવાદીની મદદ કરનારને ફોન રેકોર્ડ પણ જોઇ રહી છે, જેમણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંક અને અલગતાવાદી-સંબંધી ગતિવિધિઓને પાર પાડવા માટે પ્રતિબંધિત સંગઠનોને ફંડ પૂરા પાડયા છે.
- Advertisement -
આ પહેલા NIAએ જુલાઇ મહીનામાં ભારે માત્રામાં હથિયાર અને ગોળા- બારૂદ મળવાના કેસમાં કાશ્મીરની ઘાટીમાં 9 જગ્યાએ દરોડા પાડયા હતા. આ દરમ્યાન NIAએ પોલીસ અને અર્ધસૈનિક CRPF સૈનિકોની મદદથી દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં 5 અને શ્રીનગર જિલ્લામાં 4 સ્થળો પર દરોડા પાડયા હતા. આ દરોડામાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી.
જયારે, જમ્મૂ કાશ્મીર પોલીસની તપાસ એજન્સીએ આતંકવાદી ફડિંગના કેસમાં બારામુલ્લા, કુપવાડા અને 5 જિલ્લામાં કેટલાય સ્થળો પર દરોડો પાડયા હતા. ઉલ્લેખનીય છે કે, જમ્મૂ-કાશ્મીરમાં તપાસ એજન્સીઓ દ્વારા કલમ 370ને નાબૂદ કર્યા પછી આતંક અને આતંકવાદીઓ સામેની કાર્યવાહી ચાલુ છે.