ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિક્ષણનો મુખ્ય ધ્યેય પ્રત્યેક બાળકની અંદર પ્રથમથી જ પડેલી પૂર્ણતાનું પ્રગટીકરણ કરવાનો છે. સાથે સાથે બાળકની સર્જનાત્મકતા અને સ્વતંત્ર વિચારશક્તિ વિકસાવવાનો છે. ભાર મુક્ત અને ભય મુક્ત શિક્ષણ જ બાળકની કલ્પના શક્તિ, સર્જનાત્મકતા અને સ્વતંત્ર વિચાર સરણી વિકસાવે છે. શિક્ષણ એ માત્ર જાણકારી આપવાનું સાધન નથી, તે વ્યક્તિગત વિકાસ, નૈતિક મૂલ્યો અને સમાજમાં યોગદાન આપતી ક્ષમતાઓ વિકસાવવા માટેનો મુખ્ય સ્તંભ છે. શારીરિક, માનસિક, ભાવનાત્મક એમ ત્રિપરિમાણીય વિકાસની સંકલ્પના સાથે દરેક બાળકને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તેવી ફિનલેન્ડની શિક્ષણ વ્યવસ્થા મુજબ વ્યવહારુ અને વ્યાપક શિક્ષણ શીખવવાની રીત રાજકોટમાં સૌ પ્રથમ નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલ અપનાવવા જઈ રહી છે. આગામી સત્રથી આનંદદાયી શિક્ષણની શીખવણી પર ભાર મુકવા સાથે અહિં પ્રાયમરીથી માંડી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી વિદ્યાર્થીઓ પર દબાણ મુક્ત, વ્યાવસાયિક અને સાર્વત્રિક સમાનતાના તત્વો પર આધારિત શિક્ષણ પ્રણાલી પ્રેરણાદાઇ રહેશે. નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્વપ્નદ્રષ્ટાઓ પ્રવિણભાઇ પીપળિયા, અશોકભાઇ પાંભર, રમેશભાઇ પાંભર, નિખીલભાઇ ખુંટ, અક્ષયભાઇ લુણાગારિયા અને જોન્ટીભાઇ શિયાણીએ રાજકોટના મોસ્ટ ડેવલોપિંગ મવડી-પાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ, સ્પર્ધા વિનાનું ભણતર, ટેકનોલોજી અને નવીનતા, અભ્યાસક્રમનું લચીલું માળખું, નૈતિક મૂલ્યો અને વિશ્વસનીય પરિણામો આપવા કટીબધ્ધતા દાખવી છે. નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ વધુ જાણકાર, આત્મવિશ્વાસથી ભરપુર અને વ્યવહારુ બને તેના પર ભાર મુકાયો છે.
- Advertisement -
અહીં લેંગ્વેજ લેબ, રોબોટિક લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસ જેવી અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત ડાન્સિંગ, સિંગિંગ, મ્યુઝિક, સ્કેટિંગ, રાઈફલ શૂટીંગ, ટેબલ ટેનિસ જેવી અવનવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવાના હેતુ સાથે નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે નેક્સસ ઈન્ટરનેશનલ સ્કૂલ સજ્જ છે. તેનો ઉદ્દેશ્ય છે કે, શિક્ષણ એ ફક્ત પાઠ્ય પુસ્તક કે મર્યાદિત કોર્ષ ભણાવવાની પ્રક્રિયા નથી પરંતુ બાળકના ભવિષ્યને આત્મસાત કરવા માટેનું પ્લેટફોર્મ છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ સંચાલકોએ એકબીજાના પ્રયત્નોને પૂરક બનાવવા જોઈએ. શિક્ષણ એ માત્ર ભવિષ્યની નોકરી માટે જ્ઞાન આપવાની પ્રક્રિયા નથી પરંતુ નૈતિક મૂલ્યોની મહાન સમજ સાથે જીવનભરની પ્રક્રિયા છે જે વ્યક્તિના જીવનને માર્ગદર્શન આપે છે અને આપણા વિદ્યાર્થીને દેશની ભવિષ્યની આશા બનાવે છે તેવું નેક્સસ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્રઢપણે માને છે. વિદ્યાર્થીઓ સ્વ-નિર્દેશિત શીખનારાઓ, જટિલ વિચારકો, સહયોગી કાર્યકરો, ગુણવત્તા ઉત્પાદકો અને સમુદાય યોગદાનકર્તા બને તે માટે તેમને નવા સત્રથી શિક્ષિત કરવા નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રતિબધ્ધ છે. રાજકોટના મવડી-પાળ રોડ પર વગડ ચોક પાસે આવેલ નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલ હવે રાજકોટના વિદ્યાર્થીઓનો દુનિયામાં ડંકો વાગે તે માટે પ્રયત્નશીલ છે. વધુ માહિતી માટે 76700 84700 અને 76700 83700 પર સંપર્ક કરી શકાય છે.