તુષાર સુમેરાને ધો.10માં અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 માર્કસ અને વિજ્ઞાનમાં 38 માર્કસ આવ્યા હતા !
આર્ટસનો અભ્યાસ કરી ટીચર બન્યા બાદમાં UPSC પાસ કરી IAS અધિકારી બન્યાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જેમને રાજકોટ મનપાના કમિશનર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો તે જ દેવાંગ દેસાઈની 6 મહિનામાં બદલી કરી તેમના સ્થાને 2012 બેયના તુષાર સુમેરાની રાજકોટ મનપાના કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તુષાર સુમેરા મૂળ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે.
તુષાર સુમેરાને સૌરાષ્ટ્રનું ગૌરવ કહેવામાં આવે છે અને તેઓને વિદ્યાર્થી માટે પ્રેરણારૂપ કહેવામાં આવે છે. પ્રેરણારૂપ કહેવા પાછળનું કારણ એ છે કે, ધોરણ 10માં તેઓને દરેક વિષયમાં ઓછા માર્ક્સ આવ્યા હતા. ત્યારબાદ ધોરણ 11-12 આર્ટ્સમાં અભ્યાસ કરી બાદમાં ટીચર બન્યા હતા. આ દરમિયાન તેઓએ માત્ર ગુરૂ બનીને કોઈ એક-બે ગામ કે જિલ્લાના લોકોને સુધારવા બદલે દેશને સુધારવા માટે સ્વપન જોઈ UPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તેઓએ 2012માં પરીક્ષા પાસ કરી ઈંઅજ ઓફિસર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. આજકાલ યુવાનોમાં આત્મહત્યાના બનાવો સતત વધતા જોવા મળી રહ્યા છે. તેમાં પણ વિદ્યાર્થી ઓછા માર્ક્સ અને નાપાસ થવાના ડરથી હારી જઇ પોતાની અમૂલ્ય જિંદગીને છોડી દેતા હોય છે, માટે આવા વિદ્યાર્થીઓ માટે છખઈ કમિશનર સુમેરા ખાસ પ્રેરણારૂપ કહી શકાય.
રાજકોટના નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરના ધોરણ 10ના પરિણામ પર નજર કરવામાં આવે તો તેઓએ ધોરણ 10માં અંગ્રેજીમાં 35 માર્કસ, ગણિતમાં 36 માર્કસ અને વિજ્ઞાનમાં 38 માર્કસ આવ્યા હતા. પોતાના આ પરિણામથી હતાશ થવાના બદલે તેમને આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ધોરણ 11-12 આર્ટ્સ ફેકલ્ટીમાં પૂરું કરીને કોલેજમાં પ્રવેશ મેળવી અભ્યાસ શરૂ કર્યો હતો. આમ છતાં તેઓ નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતા રહ્યા હતા.
કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી હતી, જેમાં મહિનાનો પગાર લગભગ માત્ર 2500 રૂપિયા હતો. આ નોકરી દરમિયાન જ આ તેઓએ એક વિચાર કર્યો કે, એક બે ગામ કે જિલ્લામાં અભ્યાસ કરાવવા બદલે હું આખા દેશને સુધારવા માટે કૈક કરું તેવો વિચાર આવ્યો અને એના માટેની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. કલેક્ટર બનવા યુપીએસસીની અધરી પરીક્ષા આપવી પડે માટે તેઓએ પોતાના પિતાને આ બાબતે વાત કરી હતી. પિતાએ પણ પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઇને ટ્વીટર પર પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.
- Advertisement -
RMCમાં કોઈ કામ કરવા નથી તૈયાર
અગ્નિકાંડ બાદ સરકારે મૂકેલા કમિશનર દેવાંગ દેસાઈએ પણ માંગેલી બદલી મંજૂર
અગ્નિકાંડ બાદ મનપાના 15 અધિકારીઓ કર્મચારીઓ આપી ચુક્યા છે રાજીનામાં
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની જ્વાળા હજુ પણ રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં લવકારા મારી રહી છે. આજે 6 મહિનાની અંદર જ સરકારે મુકેલા મનપા કમિશનર દેવાંગ દેસાઈની પણ બદલી કરી દેવામાં આવી છે અને તેમની જગ્યાએ નવા કમિશનર તરીકે તુષાર સુમેરાણી નિમણુંક કરવામાં આવી છે. ચર્ચા એવી છે કે, દેવાંગ દેસાઈને અહીંયા કામ કરવું ફાવતું ન હતું અને તેમને સરકાર પાસે બદલી માટે માંગણી કરી હતી જે મંજુર કરી. સરકાર દ્વારા આજે તેમની બદલી રાજકોટથી ગાંધીનગર ખાતે કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપામાં ફરજ બજાવતા 15 જેટલા અધિકારીઓ કર્મચારીઓ રાજીનામાં આપી ચુક્યા છે. તાજેતરમાં ડી.પી.દેસાઈ રજા મૂક્યા બાદ કોઈ પણને ચાર્જ સોંપ્યા વગર જતા રહેતા તર્ક વિતર્કો સર્જાઈ હતી. એક ચર્ચા મુજબ રાજકોટમાં કમિશનર દેવાંગ દેસાઈને તેમના કામથી સંતોષ ન હતો અને અહીંયાનું વાતાવરણ અનુકૂળ આવતું ન હોવાથી તેઓએ સરકાર પાસે બદલીની માંગણી કરી હતી જેને સરકારે માન્ય રાખી બદલી કરી આપી છે. હવે દેવાંગ દેસાઈની પણ બદલી કરી તેઓને ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.