ભારતીય ટીમને પ્રથમ T20 મેચમાં 21 રને હારનો સામનો કરવો પડ્યો છે. જીત માટે 177 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી.
રાંચીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડે 21 રને હરાવ્યું હતું. જીત માટે 177 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ પૂરી 20 ઓવર રમીને પણ લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી. બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ 29 જાન્યુઆરીએ લખનૌમાં રમાશે.
- Advertisement -
FIFTY for @Sundarwashi5 🙌🙌
Maiden T20I half-century off 25 deliveries for Washington Sundar.
Live – https://t.co/9Nlw3mU634 #INDvNZ @mastercardindia pic.twitter.com/xtX8fZwOSk
- Advertisement -
— BCCI (@BCCI) January 27, 2023
ઈશાન-રાહુલ-ગિલ બેટમાં નિષ્ફળ રહ્યા હતા
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને માત્ર 15 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન શુભમન ગિલ 7, ઈશાન કિશન 4 અને રાહુલ ત્રિપાઠી પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. પ્રથમ ત્રણ વિકેટ પડી જવાને કારણે ટીમ ઈન્ડિયાનો મોમેન્ટમ બગડ્યો અને તેણે અંત સુધી સંઘર્ષ કર્યો.
સૂર્યાએ તોફાની ઇનિંગ્સ રમી
ત્રણ વિકેટ પડ્યા બાદ સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યા વચ્ચે 68 રનની ભાગીદારી થઈ હતી. ત્યારે એવું લાગતું હતું કે ભારત મેચ જીતી શકશે. પરંતુ સૂર્યાની વિકેટે ભારતીય ચાહકોની નિરાશા વધારી દીધી હતી.. સૂર્યકુમારને ઈશ સોઢીએ રન બનાવ્યા હતા. સૂર્યકુમારે 34 બોલમાં 47 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. સૂર્યા 12મી ઓવરમાં આઉટ થયો હતો અને તે સમયે સ્કોર 83 રન હતો.