એક વખત પૈસા વ્યાજે લીધાં તો મર્યા જ સમજો…
રાજકોટમાં ફરી એકવાર વ્યાજંકવાદના રાક્ષસે બેફામ બની માથું ઊંચક્યું છે, શહેરમાં છાનેખૂણે લાયસન્સ વિના નાણાં ધિરતા વ્યાજખોરો પૈકી મોટાભાગના વ્યાજખોરો મહિને 300 ટકા સુધીનું વ્યાજ વસૂલી રહ્યા છે. મતલબ કે, દરરોજનું 10 ટકા જેટલું વ્યાજ. વ્યાજનું પણ વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિથી પણ વધુ વ્યાજ. વ્યાજ પર પૈસા લેવા-દેવાની દુનિયામાં આ વ્યાજને બંટા નામથી ઓળખવામાં આવી રહ્યું છે. બંટા વ્યાજ પર પૈસા લેનારે દિવસ-કલાક મુજબ વ્યાજે લીધેલા પૈસાનું બેગણું વ્યાજ ચૂકવું પડે છે. એવું કહેવાય છે કે, બંટા એટલે બેગણું. બંટા વ્યાજે પૈસા લેવા-આપવા મતલબ કે, બેગણા વ્યાજ પર પૈસા લેવા-આપવા. આ સિવાય બંટા વ્યાજ એટલે બંટીડાઓનું વ્યાજ. બાપ કમાઈ બાબુડીઓ કે બબુડીઓ જે વ્યાજ ભરી શકે એને બંટા વ્યાજ કહેવાય છે. મોટેભાગે બંટા વ્યાજ પર પૈસા ટૂંકા સમયગાળા માટે લેવામાં આવે છે. બંટા વ્યાજમાં દરરોજ કલાકેકલાકનું વ્યાજ ચઢતું જ જાય છે. મુખ્યત્વે જુગારીઓ બંટા વ્યાજ પર પૈસા લેતા હોય છે. બંટા વ્યાજ પર પૈસા લીધા બાદ તેનું વ્યાજ બેગણુંથી વધુ ચૂકવવાનું થતું હોય અમુક કલાકો કે દિવસોમાં જ બંટા વ્યાજે પૈસા લેનારે વ્યાજ સહિત મૂળ મૂડી બંટા વ્યાજે પૈસા આપનારને પરત કરવાની હોય છે. અનુસંધાન પાના નં. 2 પર
- Advertisement -
જો બંટા વ્યાજ હેઠળ તમે એક લાખ રૂપિયા વ્યાજે લો તો રોજનું દસ હજાર રૂપિયા વ્યાજ ચૂકવવું પડે
બંટા વ્યાજ એટલે શું?
બંટા એટલે બેગણું. બંટા વ્યાજે પૈસા લેવા મતલબ કે, બેગણા વ્યાજ પર પૈસા લેવા. આ સિવાય બંટા વ્યાજ એટલે બંટીડાઓનું વ્યાજ. બાપ કમાઈ બાબુડીઓ કે બબુડીઓ જે વ્યાજ ભરી શકે એને બંટા વ્યાજ કહેવાય.
બંટા વ્યાજમાં કેટલું વ્યાજ વસૂલાય છે?
બંટા વ્યાજમાં વ્યાજખોરો મહિને 300 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે. મતલબ કે, દરરોજનું 10 ટકા જેટલું વ્યાજ. જો આ વ્યાજ ચૂકવવામાં થોડું પણ મોડું થાય તો કલાક મુજબ વ્યાજના વ્યાજનું પણ વ્યાજ ચઢતું જાય છે અને પેનલ્ટી પણ લાગે છે.
- Advertisement -
બંટા વ્યાજ પર રાજકોટમાં કોણ અને ક્યાં પૈસા આપે છે?
રાજકોટમાં બંટા વ્યાજ પર પૈસા મોટાભાગે વિધર્મીઓ આપી રહ્યા છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં બંટા વ્યાજનું દૂષણ ખૂબ જ ફેલાઈ ચૂક્યું છે. લાયસન્સ વિના નાણાં ધિરતા વિધર્મી વ્યાજખોરો હિંદુઓને બંટા વ્યાજ પર પૈસા આપી તગડાં વ્યાજ વસૂલવા ઉપરાંત માનસિક-શારીરિક ત્રાસ પણ આપી રહ્યા છે. નોંધનીય છે કે, બંટા વ્યાજના ગેરકાયદે ધંધામાં વિધર્મી મહિલાઓ પણ સામેલ છે.
એકવાર બંટા વ્યાજના વિષચક્રમાં ફસાઈ જનારા ફરી ક્યારેય બહાર આવતા નથી. હવે તો નાના-મોટા ધંધા રોજગાર કરવા તેમજ પ્રસંગો ઉકેલવા તથા સાજે-માંદે પૈસાની ભીડ અનુભવતા કે પછી પૈસાના દેવામાં ડૂબી જનારાઓ પણ બંટા વ્યાજ પર પૈસા લઈ રહ્યા છે. આવા લોકો બેંકના નીતિ-નિયમો અને બેંકની પધ્ધતિનું પૂરું જ્ઞાન ન હોવાને લીધે તથા બેન્કિંગ ક્ષેત્રની જરૂરી કાર્યવાહી પૂર્ણ ન કરી શકતા હોવાને લીધે શહેરના ખાનગી વ્યાજખોરો પાસેથી તગડાં વ્યાજે રૂપિયા લઈ મૂડી કરતા અનેકગણું વધુ વ્યાજ ચૂકવી ચૂક્યા છે અને હજુ પણ ચૂકવી રહ્યા છે. આવા લોકોની મજબૂરીનો ફાયદો વ્યાજખોરો પૂરેપૂરો ઉઠાવી રહ્યા છે અને મહિને કે અઠવાડિયે નહીં પણ દરરોજ વ્યાજ ઉધરાવે છે. વ્યાજખોરો આવા લોકોને રકમ વ્યાજે આપતાની સાથે રકમમાંથી જ પહેલો હપ્તો કાપી લે છે અને વ્યાજનું પણ વ્યાજ લેવા અને પેનલ્ટી લેવા બાકાયદા ચોપડી ચલાવે છે. વ્યાજખોરો લોકો પાસેથી રોજીંદુ 10 ટકા જેટલું તગડું વ્યાજ વસૂલ કરે છે, જે ન ભરી શકતા અનેક લોકોને ઘરબાર છોડી હિજરત કરવી પડે છે તો અનેક લોકોને પોતાની મરણમૂડી અને મકાનો સહિતની ઘરવખરી પણ વ્યાજખોરોની ચુંગાલમાં ગુમાવવી પડી છે. બંટા વ્યાજે પૈસા આપનારાઓ માથાભારે છે અને બંટા વ્યાજે પૈસા લેનારાઓ મજબૂર છે એટલે આવા અઢળક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા વિના દબાયેલા પડ્યા છે. આ દરમિયાન સૌથી મોટી વાસ્તવિકતા એ છે કે, આજકાલ બંટા વ્યાજે પૈસા લેનારાઓએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઘરબારથી એક ડગલું આગળ વધી દુનિયા છોડી જઈ રહ્યા છે. વ્યાજખોરો પાસેથી પૈસા લેવું જેટલુ સરળ છે તેની ચૂકવણી તેટલી જ અઘરી હોય છે. જો કોઈ વખત વ્યાજે લીધેલા પૈસાનો હપ્તો ચૂકવવામાં મોડું થઈ જાય તો સામે વાળી વ્યક્તિએ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પૈસાની ભરપાઈ કરવી પડે છે. વ્યાજનું પણ વ્યાજ અને વ્યાજના વ્યાજ પર પણ ફરી વ્યાજ લાગે. તેમાં પેનલ્ટી પણ ઉમેરાય છે! કેટલાક કિસ્સાઓમાં તો વ્યાજે લીધેલા પૈસાથી અનેક ગણા પૈસા ચૂકવાઈ ગયા બાદ પણ પૈસા ચૂકવવાના બાકી નીકળે છે. તો ક્યારેક વ્યાજખોરોના ત્રાસથી વ્યક્તિ પોતાના જીવનનો અંત પણ આણી દે છે.
લઘુમતી કોમનાં શખ્સો અને મહિલાઓ દ્વારા ઉપલા કાંઠે બંટા વ્યાજે નાણાં ધીરવાનો ધંધો ચાલે છે ધમધોકાર
CP ગહલૌતની જેમ CP રાજુ ભાર્ગવ પણ ઝૂંબેશ ચલાવે તેવી લોકમાંગ
છેલ્લાં કેટલાંક સમયથી મંદી, મોંઘવારી અને મહામારીને કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. આ સંજોગોમાં અનેક લોકો વ્યાજંકવાદના વિષચક્રમાં ફસાઈ રહ્યાં છે. બેન્કમાંથી નાણાં લેવાની કડાકૂટ અને નિયમાનુસાર લોન પ્રાપ્ત કરવામાં અસમર્થ લોકો નાછુટકે વ્યાજખોરોના શરણે જાય છે અને બાદમાં વ્યાજના વિષચક્રમાં એવાં ફસાય છે કે એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો રહેતો નથી અને આવી નાજુક મનોસ્થિતિમાં કેટલાંક લોકો અઘટીત પગલું પણ ભરી લેતાં હોય છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો ડરના માર્યા સામે ચાલીને પોલીસની મદદ લેતાં હોતા નથી. આ સંજોગોમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકોને બચાવવાં ગત એપ્રિલ મહિનામાં રાજકોટ ક્રાઈમ બ્રાંચ તરફથી એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ અગાઉ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌતે વ્યાજંકવાદ સામે જબરી ઝુંબેશ હાથ ધરી હતી. જેને ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌતનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ વ્યાજખોરોના ત્રાસ ડામવા માટે કાગળ સિવાય કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા હોય તેવું દેખાતું નથી. શહેરના વર્તમાન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પણ બંટા વ્યાજ જેવા દૂષણને ડામવા માટે વ્યાજખોરો સામે લાલઆંખ કરવી જરૂરી બને છે. કોઈ અઘટીત ઘટના બન્યા બાદ વ્યાજંકવાદ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવશે તો કદાચ થોડું મોડું થઈ ગયું એમ કહેવાશે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વ્યાજખોરોથી કંટાળીને કેટકેટલાંય લોકોએ આપઘાતનું પગલું ભર્યુ છે, ગુજરાત આખામાં કેટલાંક કિસ્સાઓમાં સામૂહિક આપઘાતમાં ઘર-પરિવાર બરબાદ થયા છે. સામાજિક કારણોસર ચક્રવૃદ્ધિ વ્યાજના ચક્કરમાં ફસાતા વ્યક્તિઓ માટે આપઘાત આખરી માર્ગ બની રહે છે. વ્યાજંકવાદનું વિષચક્ર દિનપ્રતિદિન વકરી રહ્યું છે. વખાના માર્યા વ્યાજે રૂપિયા લેનારા અનેક લોકો મહિને કે અઠવાડિયે નહીં પરંતુ રોજેરોજનું બંટા વ્યાજ ન ચૂકવી શકતા પોતાના ઘરબાર છોડી હિજરત કરી રહ્યાં છે. અને કોઈક તો આ દુનિયા છોડી પણ જઈ રહ્યા છે. કેટલાંક કિસ્સાઓમાં એવું પણ સામે આવ્યું છે કે, બંટા વ્યાજના ચુંગાલમાં એક વ્યક્તિ જ નહીં, ક્યારેક આખું કુટુંબ ફસાઈ જાય છે. બંટા વ્યાજનો અજગરી ભરડો વ્યાજે પૈસા લેનાર સિવાય તેના પરિવારજનો અને કુટુંબીઓને પણ ભરખી જાય છે. અમુકવાર કોઈનું વ્યાજ કોઈને ભરવું પડે છે. વ્યવહારોથી લઈ વ્યક્તિઓ ખતમ થઈ જાય છે પણ વ્યાજનું વિષચક્ર પૂરું થતું નથી. તેથી બંટા વ્યાજના ફેલાતા જતા દૂષણ વચ્ચે લાઈસન્સ વગર નાણાં ધિરધારનો ગેરકાયદે ધંધો કરી મન પડે તેટલુ વ્યાજ વસૂલતાં તત્વો ઉપર અંકુશ મેળવવો ખૂબ જ જરૂરી બની ગયો છે. ગુજરાત રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લૉન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ના આવે તે માટે સરકારે કેટલાક નવા કાયદાઓ બનાવ્યા છે. આ કાયદાઓને આધારે વ્યાજંકવાદની બદીને ડામવા માટે પોલીસ ખાતાએ વ્યાજના વિષચક્રમાં ફસાયેલો માટે લોક દરબાર યોજી ગેરકાયદે વ્યાજ પર પૈસા આપનાર, વ્યાજ વસૂલનાર વ્યાજખોરો સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલાં લેવા જોઈએ.
બંટા વ્યાજ કોણ અને કેટલાં સમય માટે લે છે?
કેટલા સમયમાં પૈસા પરત કરવાના હોય છે?
રાજકોટ શહેરમાં નાના-મોટા જુગારીઓ અને વેપારીઓ અને ખાસ તો પૈસાદાર લોકોના નબીરાઓ વ્યાજખોરો પાસેથી બંટા વ્યાજ પર પૈસા લેતા હોય છે. જોકે હવે તો સૌ કોઈ બંટા વ્યાજે પૈસા લેતા થઈ ગયા છે. બંટા વ્યાજ પર પૈસા ખુબ જ ટૂંકા સમયગાળા માટે લેવામાં આવે છે. બંટા વ્યાજમાં દરરોજ કલાકે કલાકનું વ્યાજ ચઢતું જ જાય છે. બંટા વ્યાજ પર પૈસા લીધા બાદ તેનું વ્યાજ બેગણું ચૂકવવાનું થતું હોય અમુક કલાકો કે દિવસોમાં જ બંટા વ્યાજે પૈસા લેનારે વ્યાજ સહિત મૂળ મૂડી બંટા વ્યાજે પૈસા આપનારને પરત કરવાની હોય છે.