-60 કિ.મી.ની રેન્જમાં હવે એક જ ટોલ નાકુ હશે
દેશમાં હાઈવે સહિતની સફર થાય છે ત્યારે ટોલ ટેક્ષ ભરવો પડે છે તેમાં મોટી રાહત મળવા જઈ રહી છે. જેમાં હવે બે ટોલટેક્ષ નાકા વચ્ચે ઓછામાં ઓછું 60 કિ.મી.નું અંતર હશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, હાઈવે પર ટોલનાકાની સંખ્યા મર્યાદીત કરવામાં આવશે અને સ્થાનિક લોકોએ ટોલટેક્ષ ભરવાનો રહેશે નહી.
- Advertisement -
ગડકરીએ જણાવ્યું કે, એવી અનેક ફરિયાદો આવી છે કે 10 કી.મી.ના રેન્જમાં બીજો ટોલટેક્ષ આવે છે. ફકત 10 કી.મી.ની રેન્જમાં ફરી ટોલ ટેક્ષ વસુલવો એ ખોટું છે. લોકોએ 60 કિ.મી.ની રેન્જમાં ફકત એક જ વખત ટોલ ટેક્ષ ચૂકવવો પડશે અને હાલ આ રેન્જમાં એકથી વધુ ટોલટેક્ષ હશે તે દૂર કરવામાં આવશે. આ કામગીરી આગામી ત્રણ માસમાં કરી લેવામાં આવશે.
ગડકરીએ જણાવ્યું કે, હાઈવેની આસપાસ રહેતા લોકોની પણ ફરિયાદ છે કે નજીકના એક ગામથી બીજા ગામમાં જતા હોય તેઓ પાસેથી પણ ટોલટેક્ષ વસુલવામાં આવે છે પણ સ્થાનિય લોકોને હ્વે આ રીતે પ્રવાસમાં ટોલટેક્ષ આપવાનો રહેશે નહી. તેઓને એક માસ અપાશે જે દેખાડી તે ટોલટેક્ષ ભર્યા વગર સફર કરી શકશે. ગડકરીએ જણાવ્યું કે આગામી ત્રણ માસમાં દેશમાં ટોલ પ્લાઝાની સંખ્યા ઘટાડી દેવાશે અને હાઈવે બહેતર-ઝડપી પ્રવાસ અને સલામત પ્રવાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે.