સરકાર કંપનીઓ પાસેથી કોઈપણ ડેટા માંગી શકે છે જેની સંપૂર્ણ વિગતો કંપનીઓએ સરકારને નિયત સમયે આપવી ફરજિયાત
સરકારે સાયબર સિક્યોરિટી વધારવા માટે અનેક પગલાં લીધાં છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સએ ટેલિકોમ સાયબર સુરક્ષા નિયમોને સૂચિત કર્યા છે. આ હેઠળ, કેન્દ્ર સરકાર તેની કોઈપણ એજન્સી દ્વારા કોઈપણ ટેલિકોમ કંપની પાસેથી ટ્રાફિક ડેટા અથવા અન્ય કોઈપણ પ્રકારનાં ડેટાની પણ માંગ કરી શકે છે. આ ડેટા સંદેશાઓની સામગ્રી સિવાયનો કોઈપણ અન્ય ડેટા હોઈ શકે છે, જે ચોક્કસ ફોર્મેટમાં માંગી શકે છે. આ માટે, સરકાર આવા ડેટાના સંગ્રહ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનો સ્થાપિત કરવા માટે કહી શકે છે, જેથી તેની પ્રક્રિયા અને સંગ્રહને મજબૂત બનાવી શકાય.
- Advertisement -
નિયમો અનુસાર, સરકાર અથવા ડેટા એકત્રિત કરવા માટે અધિકૃત એજન્સી અથવા જેમની સાથે આ પ્રકારનો ડેટા શેર કરવામાં આવ્યો છે તેમની જવાબદારી તેને ગોપનીય રીતે સંગ્રહિત કરવાની રહેશે. સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે ટેલિકોમ કંપનીઓએ સાયબર પોલિસી અપનાવવી પડશે. આમાં સુરક્ષા સંબંધિત જોખમ વ્યવસ્થાપન અભિગમ, ક્રિયા, તાલીમ, નેટવર્ક પરીક્ષણ અને જોખમ મૂલ્યાંકન જેવી બાબતોનો સમાવેશ થશે.
કંપનીઓએ શું પગલાં લેવાં પડશે
ટેલિકોમ કંપનીઓએ ચીફ ટેલિકોમ્યુનિકેશન સિક્યુરિટી ઓફિસરની નિમણૂક કરવી પડશે. જો સુરક્ષા સંબંધિત કોઈ ઘટના બને તો કેન્દ્ર સરકારને છ કલાકમાં સંપૂર્ણ વિગતો સાથે ઘટનાની જાણ કરવી જરૂરી છે. 24 કલાકની અંદર, કંપનીઓએ અસરગ્રસ્ત વપરાશકર્તાઓની સંખ્યા, તેમનાં સ્થાન અને તેની અસર વિશે માહિતી આપવી પડશે. આ સિવાય હવે આઇએમઈઆઇ નંબરનું રજીસ્ટ્રેશન જરૂરી રહેશે. ભારતમાં ઉત્પાદિત અથવા આયાત કરાયેલાં તમામ ફોન ઉપકરણોના આઇએમઈઆઇની નોંધણી કરાવવી ફરજિયાત છે.