શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા 169ની બોર્ડ બેઠક ચેરમેન આનંદ પટેલની અધ્યક્ષતામાં મળી
બેડીથી માલીયાસણ ચોકડી સુધીના રસ્તાને 17.15 કરોડના ખર્ચે નવો બનાવાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની આજે 169મી બોર્ડ બેઠક ચેરમેન આનંદ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં રીંગ રોડ-1 બેડી ચોકડીથી માલીયાસણ ચોકડી સુધીના 4 માર્ગીય રસ્તાનાં મજબુતીકરણ રકમ 17.15 કરોડનાં કામની બહાલી આપવામાં આવી. જ્યારે મનહરપુર-રોણકી, સોખડા-માલીયાસણ, વાજડી-વડમાં રકમ 19.93 કરોડનાં ખર્ચે ડામર રસ્તા બનાવાશે તેમજ મેટલીંગ પાથરવામાં આવશે. કાંગશીયાળી અને રોણકી (મનહરપુર)માં ભુગર્ભ ગટરની કામગીરી તથા નાકરાવાડી, રતનપર અને દેવગામમાં મુગર્ભ ગટરની ખૂટતી લિન્કની કુલ રૂ.73.71 કરોડની કામગીરીની બહાલી આપવામાં આવી હતી. કાલાવડ રોડ, એઇમ્સ હોસ્પિટલને જોડતા 90.0મી રોડ પર, રીંગ રોડ પર આવતા દરેક જંકશન પર તથા રૂડાનાં વિવિધ ગામોમાં જરૂરીયત મુજબ સ્ટ્રીટલાઈટ નાખવાની કુલ 7.05 કરોડની કામગીરીને બહાલી આપવામાં આવી હતી.