લોકસભાના સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય દૂર્લભજી દેથરીયાના હસ્તે ખાતમુહૂર્ત થયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયત સીટ બેડી-3માં આવતા ગવરીદડથી આણંદપર (બાધી) રોડને ખ્યાત 3.00 મીટર સ્તાને પહોળા કરવાની કામમાંથી રસ્તાને 5.50 મીટર કરવાની કામગીરી કરાવતા રાજય સરકાર અને રાજકોટ જિલ્લા પંચાયતમાંથી 725.00 લાખ મંજૂર કરાવતા રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન સુમિતાબેન રાજાભાઈ ચાવડા અને રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરીયા અને પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા અને તાલુકા પંચાયતના સભ્યો અને ગવરીદડ ગામના સરપંચ અને આણંદપર(બાધિ) ગામના સરપંચના સંયુકત રજૂઆતના પગલે મંજૂર
કરાવ્યો છે.
- Advertisement -
આ કામનું ખાત મુહૂર્ત તા.16-08-2023ના રોજ કરવામાં આવ્યું હતું. આ તકે રાજય સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વ્યકત કરેલ હતો. આ ખાતમુર્હુત પ્રસંગે રાજકોટ લોકસભાના સાંસદ મોહન કુંડારિયા સાહેબ અને ધારાસભ્ય દૂર્લભજી દેથરીયા અને પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયા, જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા, પડધરી તાલુકા ભાજપના પ્રમુખ પૂર્વીણહેરમા, પડધરી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ તરસીભાઈ તારપળા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રકાશભાઈ કાકડિયા, જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ જે.કે.પીપળીયા, રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ મોલીયા. રાજકોટ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી દેવભાઈ કોરડીયા તથા આજુ બાજુના ગામના સરપંચો, ગવરીદડ ગામના આગેવાન અમિતભાઈ ચાવડા તથા ગવરીદડ અને આણંદપર ગામના સર્વે આગેવાનો હાજર રહ્યા હતા.