ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
તા. 24/04 ના રોજ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ અને જિંલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં વર્ષ 2025 – 2028 માટેના 18 (અઢાર) સભ્યોની મેનેજીંગ કમિટીની રચના કરવામાં આવી હતી. રાજય શાખાના માર્ગદર્શન મુજબ મેનેજીંગ કમિટીના સભ્યોમાથી ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ ટ્રેઝરરની વરણી/ચૂંટણી કરવાની થતી હોય તા. 10 ના સાંજે નિવૃત્ત થતાં ચેરમેન કિરીટભાઈ ઉનડકટના અધ્યક્ષ સ્થાને પ્રથમ મેનેજીંગ કમિટીની મિટીંગ મળી હતી. જેમાં ચેરમેન પદે અતુલભાઇ એમ.કાનાબાર, વાઇસ ચેરમેન પદે કમલેશભાઈ એન. ફોફંડી તેમજ ટ્રેઝરર તરીકે સમીરભાઇ જે.ચંદ્રાણીને સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે ઓન.સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરીની નિમણૂક કરવાનો અધિકાર ચેરમેનને આપવામાં આવતા ચેરમેન અતુલભાઈ કાનાબાર દ્વારા ઓન.સેક્રેટરી તરીકે ગીરીશભાઇ કે.ઠકકર તેમજ જોઇન્ટ સેક્રેટરી તરીકે અનિષભાઇ એન.રાચ્છની નિમણૂક કરવામાં આવી હતી.જયારે કમિટીના સભ્યો તરીકે કિરીટભાઇ ઉનડકટ, સેવારામ મુલચંદાણી, ચિરાગ કારીયા, પરાગ ઉનડકટ, રાજુભાઈ પટેલ(ઉસદડીયા), નરેન્દ્ ટહેલરામાણી, ઉપેન્દ્ર તન્ના, ચંદ્રેશ અઢિયા, ઉદય શાહ, ભરત પોપટ, મુકેશ ચગ, ગીરીશ વોરા અને વિમલ ગજ્જર સહીતની નવી મેનેજીંગ કમિટીની ટીમ બની હતી. આ તકે કિરીટભાઈ ઉનડકટે નિયુક્ત સર્વે હોદ્દેદારો નવા જોશ સાથે સેવાકીય કાર્યોમાં જોડાઈ જાય તેવી શુભકામનાઓ પાઠવી હતી..



