મહોત્સવ દરમિયાન ડૉકટર, મેડિકલ ઑફિસર, નર્સિગ સ્ટાફ ઇક્વિપમેન્ટ સાથે ખડેપગે રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
જૈનમ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં હદય સંબંધી બિમારી અને હાર્ટ એટેકના બની રહેલા બનાવોને ધ્યાને લઇને જૈનમ ગૃપે એક પહેલ કરીને ગરબાના આયોજનોમાં આવી કોઇ ઘટના ઘટે તો ઇમરજન્સી માટે આયોજન સ્થળે ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરવાનું બીડું ઝડપ્યું છે.
જૈનમની આ પહેલથી તંત્ર દ્વારા પણ અર્વાચીન રાસ ગરબાના આયોજકોની એક મિટીંગ યોજીને આવી વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી છે. જૈનમના આયોજક જીતુભાઇ કોઠારીએ આ અંગે જણાવ્યું હતું કે, જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવના ગ્રાઉન્ડ ઉપર કોઇ પણ હોસ્પીટલમાં હોય છે, તેવું ઈં.ઈ.ઞ. યુનીટનું માઇક્રો સાઇઝ સેટઅપ ઉભું કરાશે. ગરબાના ગ્રાઉન્ડ ઉપર ઇમરજન્સીના સમયે દર્દીને આસાનીથી પહોંચાડી શકાય તેવા સ્થાન ઉપર આ ઇમરજન્સી મેડીકલ સેન્ટર માટે એક અલાયદો ટેન્ટ બનાવામાં આવશે. જેમાં બે બેડ, કુલર, પંખા, પડદા, વ્હીલચેર, સ્ટ્રેચર, સહિતની દર્દીને બેસવા, તપાસવા માટેની સુવિધા હશે. મેડીકલ ઇકવીપ્મેન્ટમાં સ્ટેથોસ્કોપ, પલ્સ ઓકસીમીટર, ઇ.સી.જી. મશીન, ગ્લુકોમીટર, ડેફીબ્રીલેટર, બી.પી. માપવા માટેનું મશીન, મલ્ટીપર્પઝ મોનીટર ઉપલબ્ધ હશે. હદય સંબંધી હુમલા, છાતીના દુખાવા, અચાનક બેભાન થઇ જવા જેવા કિસ્સામાં જૈનમના કાર્યકર્તાઓને બેઝીક સી.આર.પી ટ્રેનીંગ આપવામાં આવશે. ઇમરજન્સીના સમયે દર્દીને સુગર, પલ્સ, બી.પી., ઓકસીજન માપી જરૂૂર પડયે તો ઇજેકશન, દવા, વિ. પણ મળી શકશે. દરરોજ હાજર નિષ્ણાંત વરિષ્ઠ તબીબ દ્વારા માર્ગદર્શન અને સારવાર આપી જરૂર પડ્યે આગળ રીફર કરી સ્થળ ઉપર સ્ટેન્ડ ટુ રહેનાર એમ્બ્યુલેન્સમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવશે. ડીહાઇડ્રેશન અથવા સુગર લેવલ ઘટવાના કીસ્સામાં દર્દીને હાજર બેડમાં ઇન્ટ્રાકેથ દ્વારા બ્લડ સેમ્પલ લઇને જરૂર પડયે ગ્લુકોઝ કે સલાઇનના ડોઝ (બાટલા) ચડાવવાની સુવિધા ઉપલબ્ધ હશે. યોગ્ય વેન્ટીલેશન માટે પંખા તેમજ કુલર રાખવામાં આવશે. રમવા દરમિયાન ખેલૈયાઓને ઇજા થાય તો સ્થળ ઉપર જ જરૂર મુજબની સારવાર કરવામાં આવશે.
પંચનાથ હોસ્પિટલના સહયોગથી એમ્બ્યુલન્સ રોજ ગરબાની શરૂઆતથી અંત સુધી સ્ટેન્ડ ટુ રહેશે. હિતેશભાઇ તલસાણીયા દ્વારા બેડ, વ્હીલ ચેર, ખુરશી, સ્ટ્રેચરની વ્યવસ્થા કરવામાં આવી છે. શિવ મલ્ટી સ્પેશ્ર્યાલીટી હોસ્પિટલના સહયોગથી રોજ મેડીકલ ઓફીસર, નર્સિગ સ્ટાફ, આયાબેન વગેરે ખડે પગે રહેશે. નવરાત્રી દરમિયાન દરરોજ નિષ્ણાંત ડોકટરો રાત્રે 8 થી 12 સુધી ઉપલબ્ધ રહેશે. આ તકે એક્ષપર્ટ ડોકટરોની ટીમમાં તજજ્ઞ ડોકટરો ડો. પારસભાઇ ડી. શાહ, ડો. હીરેનભાઇ કોઠારી, ડો. રાજુભાઇ કોઠારી, ડો. અમીતભાઇ હપાણી, ડો. જયભાઇ તુરખીયા કે જેઓ જૈનમ પરિવારના સભ્યો પણ છે. તેઓ સેવાનો લાભ આપશે. ટૂંકમાં એક મિની હોસ્પિટલ કે જયાં સામાન્યથી લઇને ગંભીર પરીસ્થીતીને પહોંચી વળવા માટે તમામ સુવિધાઓથી સજ્જ સેટઅપ ઉભું કરવામાં આવશે. જયાં મિની ઈં.ઈ.ઞ. યુનીટ, મેડીકલ સાધનો, દવાઓ, તજજ્ઞ ડોકટરો, મેડીકલ ઓફસર, નર્સિગ સ્ટાફ, સ્ટ્રેચર, બેડ, એમ્બ્યુલન્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.
જૈનમ-કામદાર નવરાત્રીની નવી પહેલ: ઇમરજન્સી માટે મેદાન ખાતે મિનિ હૉસ્પિટલ ઉભી કરાશે
